ફ્રોડ એજન્ટો દ્વારા અમેરિકા જનારા સાવધાન ! 6 મહિના પહેલા મહેસાણાથી USA જવા નીકળેલો યુવક ક્યાં છે એ કોઈને ખબર જ નથી, એજન્ટો પણ ફેરવી રહ્યા છે ગોળ ગોળ, જાણો સમગ્ર મામલો
Young man who went to America for 75 lakhs is missing : ગુજરાતમાં યુવાનોને વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે અને તેના માટે તે કોઈપણ રસ્તો અપનાવે છે. વિદેશ જવાની ઇચ્છામાં તે લાખો રૂપિયા પણ ખર્ચી નાખે છે. ઘણા લોકો આ રીતે વિદેશ પહોંચી પણ જાય છે, પરંતુ આ દરમિયાન ઘણી એવી ખબરો પણ સામે આવતી હોય છે જેમાં વિદેશ જતા લોકો અધવચ્ચે જ ફસાઈ જતા હોય છે તો કોઈના મોત પણ થતા હોય છે, ત્યારે 75 લાખ રૂપિયા આપીને મહેસાણાથી અમેરિકા જવા નીકળેલા સુધીર પટેલનો છેલ્લા 6 મહિનાથી કોઈ અત્તોપત્તો જ નથી. હવે આ મામલે એક નવી માહિતી પણ સામે આવી છે.
એજન્ટોએ બતાવ્યા હતા અમેરિકાના મોટા મોટા સપના :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા તાલુકાના હેડુઆ રાજગર ખાતે રહેતા અને બચરાજી રોડ પર હરિહર રેસ્ટોરન્ટ ચલાવતો એક 29 વર્ષીય યુવક સુધીર મહેસાણા ખાતે રહેતા દિવ્યેશ ઉર્ફે જોની પટેલના સંપર્કમાં આવ્યો હતો અને તેને સુધીરને અમેરિકાના મોટા મોટા સપના બતાવ્યા અને ઓળખાણ અમદાવાદના ષલેષ અને મહેન્દ્ર સાથે કરાવી જે એજન્ટ હતા અને લોકોને અમેરિકા મોકલવાનું કામ કરતા હતા તેમ પણ સુધીરને જણાવ્યું હતું.
75 લાખમાં થયો હતો સોદો :
એજન્ટોએ સુધીરને અમરિકા જવાની વિગત સમજાવી અને તેના માટેનો ખર્ચ 75 લાખ રૂપિયા હોવાનું પણ કહ્યું અને એડવાન્સ 10 લાખ રૂપિયા આપવાના થાય, પરંતુ એજન્ટોએ તેને સમાજનો હોવાના કારણે 10 લાખમાં કામ થઇ જશે અને બીજા પૈસા અમેરિકા પહોંચ્યા બાદ આપવાનું જણાવ્યું હતું. જેના બાદ બે હપ્તે એજન્ટોને 10 લાખ આપવામાં આવ્યા અને ત્યારબાદ 15 ડિસેમ્બર, 2022ના રોજ સુધીરને મહેસાણાથી વોલ્વોમાં મુંબઈ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સાથે જ આ રીતે અન્ય 9 લોકો પણ હોવાનું જણાવ્યું.
4 ફેબ્રુઆરીએ થઇ છેલ્લી વાત :
મુંબઈ પહોંચ્યા બાદ 12 જાન્યુઆરીએ સુધીરે તેના ભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેને આવતીકાલે નેધરલેન્ડ જવાનું છે. નેધરલેન્ડ પહોંચ્યા બાદ પણ તે તેના ભાઈ સાથે વૉટ્સએપ ઓડિયો કોલથી વાત કરતો હતો, જેના બાદ તેને પાર્ટ ઓફ સ્પેન લઇ ગયા હતા. બાદમાં 20 જાન્યુઆરી 2023ના રોજ ડોમિનિકા લઇ ગયા, સુધીરે છેલ્લીવાર તેના ભાઈ સાથે 4 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2 કલાકે વાત કરી હતી. જેના બાદથી જ સુધીરનો ફોન બંધ આવી રહ્યો હતો.
6 મહિનાથી કોઈ અત્તોપત્તો નથી :
ત્યારે સુધીરના ભાઈ સુનિલે ઇન્જટનો સંપર્ક કર્યો ત્યારે એજન્ટો પણ તેમને ગોળ ગોળ ફેરવતા રહ્યા. આખરે એજન્ટો દ્વારા કહેવામાં આવ્યું કે વિદેશ ગયેલા લોકોને ડોમિનિકા પોલીસે ઝડપી લીધા છે અને હાલ તેઓ તેમને છોડાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. આ ઉપરાંત સુનિલને અંગ્રેજી ભાષામાં લખેલા કેટલાક કાગળ અને પાવતીઓ પણ બતાવી હતી. પરંતુ આટલો બધો સમય વીત્યો હોવા છતાં સુધીરનો કોઈ સંપર્ક ના થતા તેને તમામ એજંટો વિરુદ્ધ મહેસાણા તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી.