કેનેડાથી USમાં ગેરકાયદેસર ઘુસવા ગયો મહેસાણાનો ચૌધરી પરિવાર ને ચારના મોત, કેમ આવી મુર્ખામી કરે છે લોકો….

ડોલર કમાવાની ભૂખમાં 4 લોકોના મૃત્યુ, કેનેડા પરિવાર ફરવા ગયેલો ને ન્યુઝ મળ્યા કે તમારી ફેમિલી અમેરિકાની નદીમાં ડૂબીને તડપી તડપીને મરી ગઈ, જુઓ PHOTOS

ગેરકાયદેસર અમેરિકા જવાની ઘેલછામાં ઘણીવાર કેટલાય પરિવારો વિખેરાયા છે અને ત્યારે હાલમાં જ ગુજરાતનો વધુ એક પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં તહસનહસ થયો હોવાનું સામે આવ્યુ. હાલમાં જ કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં કેટલાક લોકોના ડૂબી જવાને કારણે મોત થયા હતા અને મૃતકોમાં એક પરિવાર ગુજરાતનો પણ હતો. મહેસાણાના વિજાપુરના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર કેનેડા ફરવા ગયો હતો અને તે બાદ તેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં ઘુસવા માટે બોટમાં બેસી અન્ય એક પરિવાર સાથે જઇ રહ્યા હતા.

આ દરમિયાન જ બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યા અને ચૌધરી પરિવારના આ 8માંથી 4 લોકો હતા. આ માહિતી સામે આવતા જ પરિવારની સાથે સાથે ગામની અંદર પણ શોકનો માહોલ છવાઈ ગયો. હાલ તો પરિવારના સભ્યોની માગ છે કે મૃતદેહને વતન લાવવામાં આવે, કારણ કે તેમના અંતિમ દર્શન કરી શકાય. ચૌધરી પરિવારનો ડૂબવાને કારણે મોતનો મામલો સામે આવતા જ સ્થાનિક પોલીસ દ્વારા પરિવારજનોનું નિવેદન લેવામાં આવ્યું અને પછી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમના dysp માણેકપુરા ગામે મૃતકના ગામના રહેતા અન્ય પરિવારનું નિવેદન લેવા માટે પહોચ્યાં હતા.

50 વર્ષિય ચૌધરી પ્રવીણભાઈ ખેતીનો વ્યવસાય કરે છે અને તેઓ 45 વર્ષિય પત્ની ચૌધરી દક્ષાબેન, દીકરી વિધિબેન અને દીકરા મિતકુમાર સાથે બે મહિના પહેલા કેનેડા ગયા હતા અને તે બાદ તેઓ ત્યાંથી બોટમાં બેસી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ બોટ પલટી મારતા તેઓ ડૂબી મોતને ભેટ્યા હતા. ચૌધરી પરિવાર સિવાય બીજો એક પરિવાર જે મોતને ભેટ્યો હતો તે મૂળ રોમાનિયન હતો. આ બધા ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હોવાને કારણે જાણવા મળ્યું કે જેમની બોટ છે તે વ્યકિત ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ સાથે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા અને તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. બુધવારે રાત્રે વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો જે બોટમાં હતા તે ઘણી નાની હતી અને આવી સ્થિતિમાં ભારે વરસાદ અને પવનને કારણે બોટ પલટી ગઈ હોય તેવી શકયતા સેવવામાં આવી રહી છે. ચૌધરી પરિવારના સભ્ય અને મૃતકના ભાઈએ મીડિયાને જણાવ્યું કે પ્રવીણભાઈ ખેતીકામ કરતા અને તેઓ 2 મહિના પહેલા કેનેડા ફરવા માટે ગયા હતા.

તેમની પાસે કેનેડા ફરવા જવાના વિઝા હતા અને આ અંગે તેમણે જાણ પણ કરી હતી. જો કે, તેઓ કેનેડામાં હતા ત્યારે વાત પણ થતી હતી. તેમણે આગળ જણાવ્યુ કે, તેમની ભાઈ સાથે પંદર દિવસ પહેલા વાત થઈ હતી અને તે સમયે તેઓ ટોરેન્ટોમાં હતા પણ તેઓ અમેરિકા જઈ રહ્યા હોવાની કોઇ વાત થઈ નહોતી. તેઓએ જણાવ્યું કે, અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે અમારો પરિવાર તો જતો રહ્યો પણ તેમના મૃતદેહ અમારા ઘર સુધી મળે કે જેને કારણે અમે તેમના અંતિમ સંસ્કાર કરી શકીએ.

Shah Jina