મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચના રોજ આવી રહ્યો છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે ભગવાન શિવ ઉપર દૂધ, પંચામૃત, જળ અને બીલી પત્રનો અભિષેક કરવામાં આવે છે. ઘણા શિવ મંદિરોમાં પણ આજના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે. આ મહાશિવરાત્રીના દિવસે બુદ્ધિ અને વાણીના કારક બુધ દેવ પોતાની રાશિ બદલી રહ્યા છે. જેના કારણે તેમનો પ્રભાવ કેટલી રાશિ ઉપર જોવા મળવાનો છે. તો ચાલો જોઈએ આ શિવરાત્રી તમારી રાશિ ઉપર શું પ્રભાવ જોવા મળશે.
1. મેષ – અ, લ ,ઈ (Aries):મહાશિવરાત્રીના દિવસે આ રાશિના જાતકોને આર્થિક લાભ મળશે. આજના દિવસે તમારા પરિવારજનો અને ભાઈઓ સાથે મતભેદ ના કરવા. વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં બેસનારા લોકો માટે બુધનું આ ગોચર ફાયદાકારક રહેશે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સમાજની અંદર તમારું માન સન્માન પણ વધશે. તમારા અદમ્ય સાહસ અને પરકર્મના બળ ઉપર વિષમ પરિસ્થિતિને પણ સામાન્ય કરી લેશો. જમીન જાયદાદ સાથે જોડાયેલા મામલાઓનું નિરાકરણ આવતું જોવા મળશે.
3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો આજના દિવસે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. દૈનિક કામોમાં પણ વધારો થતો જોવા મળશે. પરંતુ આગળ જતા આ કામમાં લાભ થશે.
4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોએ આજે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. વાતાવરણમાં બદલાવના કારણે બીમારી આવી શકે છે. જમીન મિલ્કત સાથે જોડાયેલા મામલામાં તકલીફ આવી શકે છે. આર્થિક તંગીથી આજે બચવું.
5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોને આજે લગ્ન અને વિવાહ સંબંધિત વાતચીતમાં સફળતા મળશે. પરિવારમાં માંગલિક કાર્યોનો પણ શુભ અવસર આવશે. સંતાન સંબંધી ચિંતાઓમાંથી મુક્તિ મળશે. કાર્ય અને વેપારમાં પોતાની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરીને સફળતા મેળવવાની સંભાવના વધારે રહેલી છે.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોને આ બુધનું ગોચર તમારા માટે લાભકારક સાબિત થશે. આ સમયમાં તમારા સ્વાસ્થ્યનો સારો લાભ થશે. જૂની બીમારીઓ પણ આ દરમિયાન ઠીક થઇ જશે. આ સમય દરમિયાન તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે દરેક કામ સમજી વિચારીને કરશો તો વધારે ફાયદાકારક રહેશે.
7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકો માટે બુધનું ગોચર તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. આ મહાશિવરાત્રીએ તમને નોકરી અને ધંધામાં સારો લાભ મળશે. આ સમય દરમિયાન તમને મિત્રો અને સ્નેહીજનોનો સહકાર પણ પ્રાપ્ત થશે. આજના દિવસે પ્રેમ સંબંધના મામલામાં પણ તમારી પ્રગતિ જોવા મળશે. જો તમે પ્રેમ લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખુબ જ અનુકૂળ છે.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે તમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે તમારી અડચણ સંપત્તિમાં પણ વધારો થઇ શકે છે. મિત્રો અને સહયોગીઓ દ્વારા સંયોગની આશા રાખી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે યાત્રા કરતા દરમિયાન ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકો આજના દિવસે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમને તમારા મિત્રો અને ભાઈ બહેન મદદ કરશે. આજના દિવસે તમે જે પણ કોઈ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. ધર્મ અને કર્મના કાર્યોમાં આજે ભાગ લેવો અને ડેન પુણ્ય પણ કરવું તમારા માટે લાભકારક સાબિત થઇ શકે છે.
10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોને આજના દિવસે તમારી આર્થિક પ્રગતિમાં તમને વધારો થતો જોવા મળી શકે છે. આજે તમારે તમારી વાણી કુશળતા અને સૌમ્ય સ્વભાવના બળ ઉપર કઠિન પરિસ્થિતિઓ ઉપર પણ વિજય મેળવવામાં સફળ રહેશો. આજના દિવસે પરિવારમાં પણ સુખ શાંતિ બનેલી રહી શકે છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકોને આજના દિવસે તમને સંતાન સંબધિત ચિંતાઓમાંથી મુક્તિ મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ આજે શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાનો યોગ છે. આજે નોકરીમાં પણ તમને પ્રમોશન મળી શકે છે અથવા રાજ્ય સરકારના વિભાગમાં નોકરી કરવા માટે આવેદન કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખુબ જ અનુકૂળ છે.
12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકોનો આજના દિવસે થઇ રહેલા બુધના ગોચરને કારણે તમારી આવકમાં વધારો થશે. આર્થિક નિર્ણયો સાવધાની પૂર્વક લેવા. આજે તમને કોર્ટ કચેરી અને ઝઘડા ઉકેલવા માટે દિવસ ખુબ જ સારો રહેશે.