વધુ એક આત્મહત્યા 😰😰😰 આ કારણે લેડી સિંધમે આત્મહત્યા કરી લીધી, કારણ જાણીને રડી પડશો
શુક્રવારે અમરાવતીના મેલઘાટ ટાઇગર રિઝર્વની વેન રેન્જ અધિકારી દીપાલી ચૌહાણની આત્મહત્યાા મામલે વન વિભાગના પ્રમુખ DCF વિનોદ શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. મેલઘાટ ટાઇગર રિઝર્વ અંતર્ગત હરિસલની વન રેન્જ અધિકારી દીપાલી ચૌહાણે ગુરુવારે એક સરકારી આવાસ પર પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

દીપાલી ચૌહાણને વન માફિયા ખિલાફ કાર્યવાહી માટે ‘લેડી સિંઘમ’ તરીકે ઓળખવામાં આવતા હતા. આરએફઓ દીપાલીએ બુધવારે મોડી રાત્રે ટાઇગર રિઝર્વ પાસે હરિસલ ગામમાં પોતાના સરકારી આવાસમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. દીપાલીએ સુસાઇડ નોટ પણ લખી હતી. કથિત સુસાઇડ નોટમાં ભારતીય વન સેવાના વરિષ્ઠ અધિકારી પર યૌન ઉત્પીડન અને અત્યાચારનો આરોપ લગાવ્યો છે.
પોલિસને RFO દીપાલી ચૌહાણનો લોહીથી લથપથ મૃતદેહ ટાઇગર રિઝર્વ પાસે હરિસલ ગામમાં બનેલા સરકારી આવાસમાંથી મળી આવ્યો. ત્યાં જ તેમની સર્વિસ રિવોલ્વર અને સુસાઇડ નોટ પણ મળી.

તમને જણાવી દઇએ કે, મૃતકે આ પગલુ ભર્યુ ત્યારે તેમના પતિ રાજેશ ચિખલધારા ડ્યુટી પર હતા. તે ચિખલધરામાં એક ટ્રેઝરી ઓફિસર રૂપમાં પોસ્ટેડ છે. ત્યાં તેમની માતા તેમના સંબંધીને ત્યાં સતારા ગયા હતા. પહોંચ્યા બાદ માતાએ દીપાલીને ઘણીવાર ફોન કર્યા પરંતુ તેમણે ઉપાડ્યો નહિ અને તે બાદ તેમણે ગાર્ડને ઘર મોકલ્યો અને ખબર પડી કે તેમની મોત થઇ ચૂકી છે.