શું તમે કયારેય પણ એવું સાંભળ્યુ છે કે, દૂધ વેચવા માટે કોઇએ હેલીકોપ્ટર ખરીદ્યુ ? ભિવંડીના એક ખેડૂતે દૂધ વેચવા માટે એક હેલીકોપ્ટર ખરીદ્યું છે. તેના માટે એક હેલીપેડ પણ બનાવ્યું છે. દૂધનો વેપાર કરવા વાળા જનાર્દન ભોઇરે એ વ્યક્તિ છે જેમણે હેલીકોપ્ટર ખરીદ્યું છે.તેમણે આ હેલીકોપ્ટરના 30 કરોડ રૂપિયા પણ ચૂકવી દીધા છે. ગયા રવિવારે આ હેલીકોપ્ટર જયારે તેમના ગામમાં ઉતર્યુ તો જોવા માટે લોકો એકઠા થઇ ગયા હતા.

તેમણે હેલીકોપ્ટરમાં ન બેસીને ગ્રામ પંચાયતમાં વિજેતા થયેલા વ્યક્તિને તેમાં હેસાડ્યા. જનાર્દન ભોઇરે માટે કહેવામાં આવે છે કે, તેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુ પ્રોપર્ટી છે.

જનાર્દન ભોઇરે ખેતી સાથે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. તે ઘણીવાર તેમના કામથી દેશની અલગ-અલગ જગ્યાએ જાય છે. તે માટે તેમને હેલીકોપ્ટર ખરીદ્યુ છે.જનાર્દનનું કહેવું છે કે, ડેરીના કામથી તેમને ઘણીવાર પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જવું પડતું હોય છે. 30 કરોડનું હેલીકોપ્ટર ખરીદી તેમને બધાનો ચોંકાવી દીધા છે. સમગ્ર વિસ્તારમાં આજ-કાલ તેમની જ ચર્ચા થઇ રહી છે.

જનાર્દન ભોઇરેએ પોતાના ઘરની નજીક હેલીકોપ્ટર માટે હેલીપેડનું નિર્માણ પણ કરાવ્યું છે. આ સાથે જ પાયલટ રૂમ, ટેક્નિશિયન રૂમ બનાવવાની પણ તૈયારી કરી છે. તેમણે જણાવ્યુ કે, 15 માર્ચ હેલીકોપ્ટરની ડિલીવરી થવાની છે. તેમની પાસે 2.5 એકરની જગ્યા છે જયાં હેલીકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને બીજી વસ્તુ બનાવવામાં આવશે.

હકીકતમાં, ભિવંડી વિસ્તારમાં ઘણી મોટી કંપનીઓના ગોડાઉન છે જેથી લોકોને સારું ભાડુ મળે છે. ભિવંડી વિસ્તારમાં દેશના તમામ મોંઘી ગાડીઓ જોવા મળશે.