બ્રેકીંગ: મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, પૂર્વ ગુહમંત્રીની ધરપકડ તો ડે. સીએમની 1000 કરોડની સંપત્તિ જપ્ત

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ છે. આવકવેરા વિભાગે અજિત પવાર સાથે સંબંધિત 5 મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

ખંડણી કેસમાં મોટી કાર્યવાહી કરતા EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી છે. 12 કલાકની પૂછપરછ પછી, EDને જાણવા મળ્યું કે દેશમુખના પક્ષમાંથી કોઈપણ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

અનિલ દેશમુખની ધરપકડ : જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનિલ દેશમુખ પોતે સોમવારે સવારે 11:55 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. તેને અગાઉ પણ ઘણી વખત ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે પૂછપરછમાં હાજર રહ્યા ન હતા. પરંતુ સોમવારે તે ED ઓફિસે પહોંચ્યા હતા અને પછી પૂછપરછમાં જોડાયા હતા. EDએ દેશમુખની 12 કલાક સુધી પૂછપરછ કરી. પરંતુ EDને કોઈપણ જવાબ યોગ્ય ન લાગતાં દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. EDએ સ્પષ્ટ કહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ તપાસમાં સહકાર આપ્યો ન હતો.

એવા પણ અહેવાલ છે કે ધરપકડ પહેલા અનિલ દેશમુખનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ ગુનામાં સક્રિય ફાળો ધરાવતા તમામ આરોપીઓના નિવેદનો પણ દેશમુખ સમક્ષ મુકવામાં આવ્યા હતા. પરંતુ દેશમુખ કોઈ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. તેઓ માત્ર આરોપોને નકારતા રહ્યા. પરંતુ EDએ તેની તપાસના આધારે તેની ધરપકડ કરી હતી.

અજીત પવારની કઈ કઈ મિલકતો જપ્ત કરવામાં આવી :

1. જરંદેશ્વર સુગર ફેક્ટરી, બજાર મૂલ્ય: આશરે રૂ. 600 કરોડ

2. દક્ષિણ દિલ્હીમાં આવેલા ફ્લેટ્સ, બજાર મૂલ્ય: આશરે રૂ. 20 કરોડ

3. પાર્થ પવારની નિર્મલ ઓફિસ ,બજાર મૂલ્ય: આશરે રૂ. 25 કરોડ

4. ગોવામાં બનેલ નિલય રિસોર્ટ , બજાર મૂલ્ય: આશરે રૂ. 250 કરોડ

5. મહારાષ્ટ્રના વિવિધ 27 સ્થળોની જમીન,બજાર મૂલ્ય: આશરે રૂ. 500 કરોડ

પવાર લાંબા સમયથી આઈટીના નિશાના પર છે : અજિત પવાર લાંબા સમયથી આઈટીના નિશાના પર છે. ગયા મહિને, આવકવેરા વિભાગે બે રિયલ એસ્ટેટ જૂથો અને અજિત પવારના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડીને રૂ. 184 કરોડની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી હતી. વિભાગે 7 ઓક્ટોબરે 70 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઈટીએ અજિત પવારના પુત્ર પાર્થ પવારની માલિકીની કંપની અનંત માર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત પવારની બહેનોની માલિકીની કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

YC