કોરોનાની સૌથી દર્દનાક તસવીર, એક રાતમાં 3 ભાઇઓની મોત, દેરાણી-જેઠાણીની ચીસો સાંભળી ફાટી જશે કાળજુ

મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસ ખૂબ જ વધતો જઇ રહ્યો છે. સંક્રમણની બીજી લહેર પહેલાની જેમ લોકોનું જીવન છીનવી રહ્યુ છે. લોકો પોતાનાનો ચહેરો પણ જોઇ શકતા નથી અને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. નરસિંહપુર જિલ્લામાં એક હ્રદયદાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં ત્રણ સગા ભાઇઓની ગઇ રાત્રે અલગ અલગ શહેરોમાં કોરોનાને કારણે મોત થઇ ગઇ.

કોરોનાના આ વિકરાળ સ્વરૂપ વાળો કિસ્સો ગાડરાવારા શહેરનો છે. જયાં શુક્રવાર અને શનિવાર દરમિયાન રાત્રે જવાહર વોર્ડમાં રહેવાર એક યાદવ પરિવારના ત્રણ દીપક બુજાઇ ગયા. જેમાં બેના શ્વાસ કોરોનાને કારણે ગયા તો એકે બે ભાઇઓની મોતની ખબર સાંભળતા જ સદમામાં દમ તોડી દીધો.

Image source

જવાહર વોર્ડ નિવાસી યાદવ પરિવારમાં ચાર ભાઇઓમાંથી બે ભાઇઓ સહિત અન્ય સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. જયારે સૌથી મોટા ભાઇ દિલીપ યાદવ પાથરખેડામાં નોકરી કરતા હતા. તે સંક્રમિત થઇ ગયા હતા અને તે સારવાર માટે જબલપુર આવી ગયા હતા.

Image source

ગયા રવિવારે ત્રીજા નંબરના ભાઇ સંદીપ અને તેમની પત્નીને જબલપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ બીજા નંબરના ભાઇને મામૂલી લક્ષણોને કારણે ઘરમાં જ રાખવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે સૌથી મોટા ભાઇ દિલીપ યાદવની મોતની ખબર આવતા જ થોડા સમય બાદ તેમના બીજા ભાઇની તબિયત બગડી અને શુગર અચાનકથી વધી ગયુ. થોડીવાર બાદ તેમના શ્વાસ પણ થંભી ગયા.

Image source

મોડી રાત્રે જબલપુરમાં દાખસ સંદીપ પણ કોરોનાથી જંગ હારી જાય છે. આ ઘટનાની જાણ થતા જ શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. સંદીપ યાદવ કોંગ્રેસ પાર્સદ રહ્યા છે અને તેમનો ટ્રાવેલ્સનો વેપાર હતો.

Shah Jina