મોસ્ટ વોન્ટેડ દુલ્હન: લગ્ન કરતી-બાળક પેદા કરતી, બાદમાં પતિ જતો પોલિસ સ્ટેશન, જાણો કેવી રીતે લગાવતી હતી ચૂનો

આ લુટેરી દુલ્હનની શોધમાં છે ઘણા રાજયોની પોલિસ, આવી રીતે લગાવતી હતી ચૂનો

લૂંટેરી દુલ્હનનો કિસ્સા ઘણીવાર મીડિયામાં આવતા હોય છે. જયાં પૈસાને કારણે લગ્ન કરીને એક-બે દિવસમાં તે ભાગી જાય છે. પરંતુ મધ્ય પ્રદેશ સહિત કેટલાક રાજયોની પોલિસ એક એવી દુલ્હનની શોધમાં હતી, જે લગ્ન કરતી આટલુ જ નહિ પરંતુ બાળક પણ પેદા કરતી અને બાદમાં ભાગી જતી હતી.

Image source

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલિસ એક લૂંટેરી દુલ્હનની શોધ કરી રહી છે. જે થોડ સમય માટે દુલ્હન બનતી અને બાદમાં એક ખાસ અવસર જોઇ યોજના અનુસાર ઘરમાં રહેલ સોનુ-ચાંદી અને પૈસા લઇને ફરાર થઇ જતી હતી. તે બાદ તે તેનો બીજો શિકાર શોધતી હતી.

આ દુલ્હન સાથે તેના માસી અને માસા પણ સામેલ છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તે અત્યાર સુધી 4 લગ્ન કરી ચૂકી છે. આ મહિલાએ અલગ અલગ રાજયોમાં લગ્ન કરી બાદમાં ડરાવી ધમકાવીને પતિ પાસેથી રૂપિયા પડાવ્યા અને ઘરમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા તેમજ પૈસા લઇને ભાગી ગઇ.

Image source

હાલમાં જ રાજસ્થાનમાં રહેનાર ઉમેદ સિંહ નામના યુવકે લક્ષ્મી નામની લૂંટેરી દુલ્હન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતે જણાવ્યુ કે, આ મહિલા સાથે તેના લગ્ન 7 એપ્રિલ 2016માં એક મંદિરમાં થયા હતા. તે બંનેની એક 3 વર્ષની અને એક 1.5 વર્ષની દીકરી છે.

પીડિતે જણાવ્યુ કે, જયારે તે તેના બીજા બાળકને જન્મ આપવાની હતી ત્યારે તે દરમિયાન તેના માસા રાજૂ અને માસી કમલાબાઇ તેને ડિલિવરી માટે અમદાવાદ લઇ ગયા. મેં તેનો વિરોધ ન કર્યો અને પરિવાર પાસે મોકલી દીધી. પરંતુ થોડા સમય બાદ તેણે મને ત્યાં બોલાવ્યો અને પૈસાની માંગણી કરવા લાગી. તેને તેના સાસુ સસરાના ખાતામાં 6 લાખ રૂપિયા જમા કરાવ્યા, થોડા સમય બાદ માસી-માસા આવ્યા અને મારી બંને દીકરીઓને મને આપીને જતા રહ્યા અને કહ્યુ કે, લક્ષ્મી હવે નહિ આવે. હું જયારે તેને લેવા ગયો ત્યારે ખબર પડી કે તેણે બીજા લગ્ન કરી લીધી અને તે ત્યાં જ છે.

Image source

મહિલા પોલિસે જણાવ્યુ કે, લક્ષ્મીના પહેલા લગ્ન મુંબઇના એક યુવક સાથે થયા હતા. તેનાથી તેની સાત વર્ષની દીકરી પણ છે. તેણે પહેલા પતિથી પણ લાખો રૂપિયા પડાવ્યા છે. તે બાદ નિમ્બાહેડાના એક યુવક સાથે તેણે લગ્ન કર્યા. ત્રીજા લગ્ન તેણે ઉમ્મેદ સિંહ સાથે કર્યા, તેનાથી તેની બે દીકરીઓ છે.

Shah Jina