સુરતના હીરા વેપારીઓની અનોખી રામ ભક્તિ, બનાવ્યો સોના ચાંદી અને 5000 હીરા જડિત એવો નેકલેસ કે આખું રામાયણ એમાં સમાઈ ગયું, જુઓ

40 કારીગરો, 30 દિવસની મહેનત અને સુરતના વેપારીઓએ તૈયાર કર્યો એવો અદભુત હીરા જડિત રામ દરબાર નેકલેસ કે જોઈને જ રામભક્તો અભિભૂત થઇ ગયા.. જુઓ વીડિયો

Made Ram Mandir Necklace : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે પૂર્ણતાના આરા પર આવી ગયું છે અને 22 જાન્યુઆરીના દિવસે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ શુભઘડીને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગુજરાતની અંદર તો રામ ભક્તો ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે હાલ એક ખબર સુરતમાંથી સામે આવી છે, જેમાં સુરતના હીરા વેપારીઓ દ્વારા રામ મંદિરની તર્જ પર એક ખુબ જ સુંદર નેકલેસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

30 દિવસની મહેનતથી તૈયાર થયો હાર :

સુરત જેવલર્સ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અનોખા રામ મંદિર નેકલેસને તૈયાર કરવા માટે 40 જેટલા કારીગરોએ 30 દિવસ સુધી મહેનત કરી છે અને આ નૅકલેસમાં આખો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે, સાથે જ આ નૅકલેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આખા હારમાં સમગ્ર રામાયણના અધ્યાયો પણ કંડારવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને રામભક્તો પણ આ અનોખા હારને જોઈને અભિભૂત થઇ રહ્યા છે.

સોના ચાંદી સાથે 5000 અમેરિકન ડાયમંડનો ઉપયોગ :

આ હારને બનાવવા માટે સોનુ, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અદભુત નેકલેસને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટમાં આપવામાં આવશે. આ ઉપરાંત નેકલેસમાં ભવ્ય રામ મંદિર પણ જોવા મળી રહ્યું છે સાથે જ તેમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિઓ પણ બનાવી છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે.

22 જાન્યુઆરીએ આપશે અયોધ્યામાં ભેટ :

સુરતમાં રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામમંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ હાર સાથેના રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. હારની અંદર જે લટકણ મૂકવામાં આવ્યા છે તેમાં નકશીકામથી રામાયણના અધ્યાયની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. જે સમગ્ર રામાયણનો સાર પૂરો પાડે છે. આ હારને શોપીસ માટે કે કોઈને વેચવા માટે નથી બનાવવામાં આવ્યો, તેને ભેટ સ્વરૂપે અયોધ્યામાં આપવામાં આવશે.

Niraj Patel