શું તમારો પણ જન્મ આ તારીખે થયો છે? તો આવતા મહિને શનિદેવની કૃપાથી ઘરે ધનનાં ભંડાર ભરાઈ જશે

આ 4 મૂળાંકના લોકો માટે લાભદાયક છે આવનારો મહિનો, શનિદેવની કૃપાથી મળશે ધન-દોલત

વર્ષ 2024 શનિદેવનું વર્ષ છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે માણસને તેના સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે. અંકશાસ્ત્ર પ્રમાણે પણ આ વર્ષ શનિદેવ સાથે સંબંધિત છે. 2024 ના અંકો ઉમેરવાથી 8 થાય છે. 8 નંબર શનિદેવ સાથે સંબંધિત છે. આવો જાણીએ કે કયા મૂળાંકના અંકના લોકો માટે વર્ષના બાકીના મહિનાઓ શુભ રહેશે. અંગ્રેજીમાં અંકશાસ્ત્રને ન્યુમરોલોજી કહેવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા વ્યક્તિનું ભવિષ્ય તેની જન્મ તારીખથી જાણી શકાય છે. અંકશાસ્ત્રમાં, કુલ સંખ્યા 1 થી 9 છે. ચાલો જાણીએ કે કયા મૂળાંકના લોકો માટે વર્ષના બાકીના મહિનાઓ સારા રહેશે.

મૂળાંક 5: કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આ મૂળાંકના લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. આ વર્ષે ઘણી મુસાફરી કરવી પડશે. વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો. કામમાં ભાગ્ય સાથ આપશે. બહારનું ખાવાનું ટાળો નહીંતર સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.

મૂળાંક 6: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તે લોકોનો મૂળાંક નંબર 6 હોય છે. 6 અંક વાળા લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહેશે, જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે.

મૂળાંક 7: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તે લોકોનો મૂળાંક 7 હોય છે. આ મૂળાંકના લોકો માટે શનિદેવનું વર્ષ એટલે કે 2024 સારું રહેશે. જે લોકો જીવનસાથીની શોધમાં છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કરિયરમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે પરંતુ તમારે તણાવ ન લેવો જોઈએ.

મૂળાંક 8: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 11, 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 હોય છે. આ મૂળાંક શનિદેવ સાથે સંબંધિત છે. આ કારણે મૂળાંક 8 વાળા લોકો માટે વર્ષ 2024 સારું રહેશે. વેપાર કરતા લોકોને ફાયદો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina