થપ્પડ કાંડ બાદ વધુ એક વીડિયો થયો વાયરલ, એક મહિલાએ ટેમ્પો ચાલક પર વરસાવ્યા ચંપલ અને થપ્પડ

રક્ષાબંધનના દિવસે મહિલાએ ટેમ્પવા વાળાએ ઢીબી નાખ્યો, એવો માર માર્યો કે જોતા જ ફફડી ઉઠશો

લખનઉમાં થોડા દિવસ પહેલા જ થપ્પડ કાંડનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ મામલો ઘણો ચર્ચામાં પણ રહ્યો હતો. ત્યારે હવે આ વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા ટેમ્પો ચાલકને ચંપલ વડે મારતી જોવા મળી રહી  છે. આરોપ છે કે, આ દરમિયાન ટ્રાફિક પોલિસકર્મી અને એક હોમગાર્ડ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોઇ એક્શન ના લીધુ.

લખનઉ વિકાસ નગર થાનાક્ષેત્રના ટેઢી પોલિસ ચોકડી બાજુુ એક મહિલા સાથે બે યુવક ટેમ્પોથી ઉતર્યા. આ લોકોની ટેમ્પો ડ્રાઇવર સાથે ભાડા માટે ચર્ચા થઇ રહી હતી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, આ લોકો ઓછા પૈસા આપી રહ્યા હતા. જયારે ડ્રાઇવર પુુરુ ભાડુ માંગી રહ્યો હતો. તેમની ચર્ચા વધી તો મહિલાએ પહેલા ડ્રાઇવરને એક થપ્પડ માર્યો અને પછી ચંપલ નીકાળી તેને મારવા લાગી.

વીડિયોમાં એક હોમગાર્ડ અને એક ટ્રાફિક પોલિસકર્મી જોવા મળી રહ્યા છે. જે મહિલા અને અન્ય બે પુરુષોને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન ડ્રાઇવર તેની વાત પોલિસને જણાવતો જોવા મળી રહ્યો છે. આ પર આરોપી ગુસ્સામાં તેની તરફ વધે છે પરંતુ પોલિસ તેને રોકી દે છે. પરંતુ મહિલાને પોલિસ રોકી નથી શકતી. મહિલા તેની ચંપલ નીકાળે છે અને ડ્રાઇવરને મારવા લાગે છે.

પોલિસવાળા તેને રોકવાની કોશિશ કરે છે. પછી મહિલા અને તે બે પુરુષ ત્યાંથી જતા રહે છે. જયારે મહિલા મારપીટ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર કોઇ વ્યક્તિએ આ ઘટનાની વીડિયો બનાવી લીધી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા દિવસોમાં પ્રિયદર્શનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મહિલાએ રસ્તા વચ્ચે કેબ ડ્રાઇવર પર એક બાદ એક 22 થપ્પડ વરસાવ્યા હતા. આ મામલે તેના પર FIR પણ દાખલ થઇ હતી.

Shah Jina