VIDEO: પોલિસે મેમો ફાડ્યો તો યુવતિએ જપ્ત કરી લીધી પોલિસની કેેપ… રસ્તા વચ્ચે મચાવી બબાલ

આ યુવતીએ પોલીસ જોડે કર્યું ખરાબ વર્તન, જુઓ વાયરલ વિડીયો

યુપીની રાજધાની લખનઉમાં પોલિસે એક સ્કૂટી સવાર મહિલાનો મેમો ફાડ્યો હતો. આ ઘટના ગોમતીનગર પોલિસ સ્ટેશનના રિવરફ્રંટના ઓવર બ્રિજની છે. જયાં એક મહિલા સ્કૂટી સાથે ઊભી હતી. પોલિસે જેવો તેનો મેમો ફાડયો કે તેને ખૂબ બબાલ કરી. પોલિસકર્મીની કેપ અને તેમનું એટીએમ કાર્ડ તે મહિલાએ તેની સ્કૂટીની ડેકીમાં બંધ કરી દીધું. તેમજ મેમો કેન્સલ કરવાનું કહ્યુ.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પોલિસ ચેકિંગ દરમિયાન મેમો ફાટવા પર એક મહિલા ભડકી ગઇ અને રસ્તા વચ્ચે જ તેણે પોલિસ સાથે અભદ્રતા શરૂ કરી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

એક મહિલા જયારે બ્રિજ પર પહોંચી તો, પોલિસકર્મીએ તેની સ્કૂટીની તસવીર ક્લિક કરી લીધી. તસવીર ક્લિક થવા બાદ મહિલાએ કહ્યુ કે, તેની પાસે તેના બધા દસ્તાવેજ છે. તસવીર કેમ ક્લિક કરી ? આ પર પોલિસકર્મીએ કહ્યુ કે, દસ્તાવેજની વાત નથી, તેને 1090 રસ્તા પર સિગ્નલ તોડ્યુ છે.

આટલું કહેવા પર મહિલા તો ભડકી ગઇ. તે બાદ તેણે પોલિસકર્મી સાથે અભદ્રતા કરી અને તેમની કેપ અને એટીએમ લઇ સ્કૂટીની ડેકીમાં નાખી બંધ કરી દીધા. બાદમાં મહિલાને ઘણીવાર સુધી સમજાવી રાહદારીઓ ચૂપ કરાવી અને તેણે પોલિસની કેપ અને એટીએમ કાર્ડ પાછુ આપ્યુ.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ તમે પણ વીડિયો..

Shah Jina