ભારે વરસાદ બાદ રસ્તા પર પડ્યો ભુવો, હવામાં જ લટકતી રહી અડધી કાર- જુઓ વીડિયો

અચાનક રસ્તા પર પડ્યો મોટો ભુવો, ગાડી વચ્ચે જ હવામાં લટકી- વીડિયો વાયરલ

રસ્તા પર ચાલતી કારની નીચેથી ગાયબ થઇ ગઇ જમીન, લોકોના ઉડ્યા હોંશ…સામે આવ્યો વીડિયો

છેલ્લા કેટલાક દિવસોથી યુપીના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિકાસ નગર વિસ્તારમાં રસ્તાની વચ્ચે એટલો મોટો ખાડો પડી ગયો કે ત્યાંથી પસાર થતી એક કાર ફસાઈ ગઈ. જો કે ક્રેનની મદદથી કારને ખાડામાં પડતા બચાવી લેવામાં આવી હતી, પરંતુ તેના કારણે જાહેર બાંધકામ વિભાગને ભારે કિરકિરીનો સામનો કરવો પડ્યો હતો.

રિપોર્ટ અનુસાર, રવિવારે વિકાસ નગર વિસ્તારના સેક્ટર 4માં વરસાદને કારણે રસ્તા પર ઊંડો ખાડો પડી ગયો હતો અને ત્યાંથી પસાર થતી કાર ફસાઇ ગઇ અને હવામાં ઝૂલવા લાગી. જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને સલામત રીતે બચાવી લેવાઇ હતી. જો કે, લખનઉમાં બનેલી આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. એકે લખ્યુ- લખનઉનું ‘વિકાસ નગર’, જ્યારે બીજા એકે લખ્યું- વિકાસ નગર બૂમો પાડી વિકાસ બતાવે છે. અન્ય એકે લખ્યુ- તે 3D આર્ટ જેવું લાગે છે.જોકે આ પહેલીવાર નથી કે યુપીમાં આવો અકસ્માત જોવા મળ્યો હોય. ગયા વર્ષની શરૂઆતમાં, શાહજહાંપુરથી આવું જ એક દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યાં એક કાર નિર્માણાધીન પુલ પર લટકતી જોવા મળી હતી.

ત્યારે આ મામલે પીડબલ્યુડીએ પણ આ અંગે સ્પષ્ટતા આપી છે, જેમાં રોડ પર આટલો મોટો ખાડો કેવી રીતે પડ્યો તે જણાવવામાં આવ્યું છે. પીડબ્લ્યુડીના જણાવ્યા અનુસાર, રોડની નીચે જલ નિગમની ટ્રંક સીવર લાઇનથી સતત પાણી લીક થઈ રહ્યું હતું, જેને કારણે સતત માટી ધસી અને રસ્તાનો બેસ ક્ષતિગ્રસ્ત થઇ ગયો. આની મરમ્મત માટે જલ નિગમની કાર્યદાયી સંસ્થાને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

Shah Jina