રાજકોટ બાદ હવે આ શહેર ઉપર પણ આવી વરસાદી આફત, આખું શહેર થયું પાણી પાણી, જુઓ તસવીરોમાં કેવો મચ્યો હાહાકાર

છેલ્લા થોડા દિવસ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કાળો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભારે ગયા હતા. રાજકોટ અને જામનગરના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી, જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. પરંતુ હવે રાજકોટ બાદ બીજા એક શહેરમાં પણ આવો વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની અંદર સતત થઇ રહેલા ધોધમાર વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પણ તળાવ બની ગયા છે અને સામાન્ય લોકોથી લઈને વીઆઈપી લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. શહેરની દુકાનો પણ વરસાદના પાણીની અંદર ડૂબી ગઈ છે.

નવાબોના શહેર તરીકે ઓળખાતા લખનઉમાં ભારે વરસાદના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ઠેર ઠેર ઝાડ પણ પડી ગયેલા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઝાડ પાડવાના કારણે ઘણી ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થયેલો જોવા મળી રહી છે. જિલ્લા પ્રસાશન દ્વારા બહુ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે.

આ બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અસરગ્રસ્તોને રાહત પહોંચાવવા અને રાહત કાર્ય પ્રભાવ રૂપથી કરાવા માટે પણ જણાવવામાં આવ્યું છે. પાણીના નિકાસની વ્યવસ્થા પણ પ્રાથમિકતા ઉપર કરાવવા માટે તેમને સૂચન આપ્યું છે. આ ઉપરાંત શાળા કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હરજતગંજના બાલુ અડ્ડા, પાર્ક રોડ, વિધાનસભા માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે અને ગાડીઓ રસ્તા ઉપર ચાલવાની જગ્યાએ તરી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી લગોલગ ભરાઈ ગયું છે.

Niraj Patel