લખનઉની થપ્પડ ગર્લમાં નવો વણાંક: પોલીસે તેમનું કામ ના કર્યું તો તેને કાયદાને હાથમાં લીધો, સમાધાન કરવા થઇ તૈયાર

ઉત્તર પ્રદેશના લખનઉમાં કેબ ડ્રાઈવરને એક પછી એક 22 થપ્પડ મારનારી પ્રિયદર્શની તેના નિવેદનોને લઈને સતત ચર્ચામાં આવતી રહે છે. હવે આ મામલામાં તેનો એક અલગ સુર સામે આવ્યો છે. તે હવે આ મામલામાં સમાધાન કરવા માંગે છે. આજતક સાથેની વાત ચિતમાં તેને જણાવ્યું હતું કે પોલીસ જો તેનું કામ યોગ્ય રીતે કરતી તો હુ થપ્પડ ગર્લ ના બનતી.

તેને જણાવ્યું કે “પોલીસે તેમનું કામ ના કર્યું. જેના કારણે મેં કાયદાને હાથાં લીધી અને થપ્પડ માર્યા. જો આ મામલો ના ઉકેલાયો તો તે કોર્ટમાં પછળના 6 મહિનાના બધા જ સીસીટીવી ફૂટેજ બતાવશે. સાથે જ એ પણ જણાવશે કે તેની ઉપર કેટલી વાર હુમલો થયો છે.

પ્રિયદર્શનીનું એમ પણ કહેવું છે કે કેટલાક લોકો તેઓ પીછો કરી રહ્યા છે. આ કોઈનો એક તરફી પ્રેમ પણ હોઈ શકે છે કે તે મને જબરદસ્તી પામવા પણ માંગતો હોય. તો કાળા ગેટના વિવાદનો વીડિયો વાયરલ થવા ઉપર પ્રિયદર્શનીએ કહ્યું કે આ ઇન્ટરનેશનલ સિક્યોરિટીનો મામલો છે અને કોઈ પોતાના ગેટને કાળો ના કરાવી શકે.

તેને કહ્યું કે આ બ્લેક એક્ટિવિટી હોય છે. જેના કારણે મેં ના પડી હતી. અને ત્યાં પણ જો પોલીસ તેમનું કામ કરતી તો મારે આ પગલું પણ ના ભરવું પડતું. પોલીસ તેનું કામ નહિ કરે તો તેને સબક શીખવાડવો પડશે.

Niraj Patel