પોલિસે સલમાન ખાન જેવા દેખાતા વ્યક્તિને પકડી દીધો, રસ્તા વચ્ચે શર્ટ કાઢીને આવા કામ કરી રહ્યો હતો

સલમાન જેવો દેખાતો આ હીરો રસ્તા પર કપડાં કાઢીને એવા કામ કરતો હતો કે પોલીસ પકડી ગઈ, જુઓ આખો મામલો

ઉત્તર પ્રદેશના લખનઉમાં પોલીસે સલમાન ખાનના ડુપ્લિકેટ આઝમ અંસારીની શાંતિ ભંગ કરવાના આરોપમાં અટકાયત કરી છે. અંસારી રવિવારે ઘંટાઘર ખાતે રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ડુપ્લિકેટ સલમાન ખાનને જોવા માટે રસ્તા પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં કેટલાક મુસાફરોની ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

ઠાકુરગંજ પોલીસે કલમ 151 હેઠળ આરોપીઓ વિરુદ્ધ શાંતિ ભંગનો કેસ નોંધ્યો છે. અંસારી ઘણીવાર લખનઉની શેરીઓ અને સ્મારકો પર ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતા જોવા મળે છે. યુટ્યુબ પર તેના 1.67 લાખ ફોલોઅર્સ છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, લખનઉ પોલીસે માહિતી આપી કે ઠાકુરગંજ પોલીસે આઝમ અંસારીને જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. આ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઠાકુરગંજના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આરોપી રવિવારે પરવાનગી વિના ઐતિહાસિક સ્થળ પર રીલ બનાવી રહ્યો હતો. તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તે કપડા પહેર્યા વગર ચારેબાજુ સલમાન ખાનની સ્ટાઈલમાં એક્ટિંગ કરતો હતો. આઝમ અંસારીના વિડીયોમાં જોઈ શકાય છે કે તે રસ્તા વચ્ચે શર્ટ પહેર્યા વગર સલમાન ખાનની જેમ એક્ટિંગ કરતો હતો. તે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મુકતો હતો. જેના કારણે તેના ઘણા ફોલોઅર્સ હતા.

 

View this post on Instagram

 

A post shared by Azam Ansari (@azam00ansari)

લખનઉનો આ ડુપ્લિકેટ સલમાન ખાન ઘણીવાર રસ્તાની વચ્ચે રીલ બનાવે છે. મોટાભાગની રીલ તે સલમાન ખાનના ગીતો પર સલમાનની શૈલીમાં બનાવે છે. આઝમ અંસારીની સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને લગભગ 77 હજાર લોકો ફોલો કરે છે.

Shah Jina