નવી ખુશખબરી: એલપીજી સિલિન્ડર આજથી આટલો સસ્તો થયો, પણ વાંચીને હસું આવી જશે, જાણો નવો ભાવ

આજે એક નાની એવી ખુશખબરી સામે આવી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. લોકસભા ઈલેક્શન પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત 3 મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ પર આજે બ્રેક લાગી છે. 1 એપ્રિલ 2024ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા માર્ચમાં સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, ફેબ્રુઆરીમાં 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયાનો વધારો થયો હતો. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિક એલપીજીના ભાવ યથાવત છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ભાવમાં આજે 30 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 32 રૂપિયા સસ્તું થયું છે. કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે. મતલબ કે જો તમે આજે સિલિન્ડર બુક કરાવો છો તો તમને 32 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સિલિન્ડર મળશે.

YC