નવરાત્રિના સમયે જ LPGના ભાવમાં તોતિંગ વધારો, જાણો નવો ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત સામાન્ય માણસને ઝાડકો આપ્યો છે અને ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. તેલ કંપનીઓએ નોન-સબસિડી વાળા 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. બે મહિનાથી ઓછા સમયમાં બીજી વખત સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.

આ પછી, હવે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે, 5 કિલો સિલિન્ડરની નવી કિંમત હવે 502 રૂપિયા છે. નવા દરો આજથી લાગુ થયા છે.

બે મહિનાથી ઓછા સમયમાં કિંમતોમાં આ સતત ચોથો વધારો છે. 1 સપ્ટેમ્બરના રોજ સબસિડી વાળા અને સબસિડી વગરના એલપીજીના દરમાં પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સબસિડીવાળા એલપીજીના ભાવમાં તાજેતરનો વધારો હવે 1 જાન્યુઆરીથી સિલિન્ડર દીઠ કુલ ભાવ વધારો 205 રૂપિયા લાવ્યો છે.

સરકારની નીતિમાં પ્રતિ પરિવાર 14.2 કિલોના 12 સિલિન્ડર સબસિડીવાળા અથવા બજાર કરતા ઓછા દરે આપવાની જોગવાઈ છે. આના કરતા વધારે જથ્થો બજાર ભાવે અથવા બિન સબસિડીવાળા દરે ખરીદવામાં આવે છે.

આ દરમિયાન, બુધવારે પેટ્રોલના ભાવમાં 26-30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 34-37 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જાણકાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા દ્વારા વેચવામાં આવતા રાંધણ ગેસની કિંમત મે મહિનામાં 483 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી વધીને ઓક્ટોબરમાં 797 ડોલર થઈ ગઈ છે.

1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા હતા : આ પહેલા 1 ઓક્ટોબરે દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધારીને 1736.50 રૂપિયા કરવામાં આવી હતી. કોલકાતામાં તેની કિંમત 1805.5 રૂપિયા, મુંબઈમાં 1685 રૂપિયા અને ચેન્નઈમાં 1867.5 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા સપ્ટેમ્બરમાં તેમા 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

YC