ફ્રી ફાયર ગેમ રમતી વખતે રેખાને થયો શિવા સાથે પ્રેમ, લગ્નના 9 મહિના બાદ ફાંસીથી લટકેલું મળ્યું શવ

રેખા અને શિવાએ ગળાડૂબ પ્રેમ કર્યો, રેખાને ગેમનો નશો એવો ચડ્યો કે આત્મહત્યા કરવી પડી- જાણો સમગ્ર મામલો

આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટનો ખુબ ઉપયોગ થતો જોવા મળે છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઘણા લોકોએ પોતાનું ટેલેન્ટ દેખાડ્યું અને ખુબ આગળ વધ્યા જ્યારે અમુક લોકો ઇન્ટરનેટનો દુરુપયોગ કરે છે, જેને લીધે ઘણીવાર તેઓને મોતને પણ વ્હાલું કરવું પડતું હોય છે. ઇન્ટરનેટ દ્વારા પ્રેમ-પ્રકરણના પણ ઘણા કિસ્સાઓ જોવા મળે છે. આવો જ એક કિસ્સો સિક્કિમમાંથી સામે આવ્યો છે.

ઉન્નાવનો રહેનારો શિવા મુંબઈમાં નોકરી કરતો હતો અને તેને ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમતી વખતે સિક્કિમની યુવતી રેખા સાથે પ્રેમ થઇ ગયો હતો. ફ્રી ફાયર ગેમ દ્વારા જ બંનેએ પોત-પોતાના નંબરની આપ-લે કરી હતી અને ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઇ અને અમુક જ જ સમયમાં બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા.જેના બાદ બંનેએ સિક્કિમની કોર્ટમાં મેરેજ પણ કર્યા હતા.

જેના બાદ બંને ઉન્નાવમાં આવીને રહેવા લાગ્યા હતા, લગ્ન બાદ પણ રેખા પર ગેમનું જુનુન એટલી હદ સુધી સવાર હતું કે તે કલાકો સુધી ગેમ રમ્યા કરતી હતી, જેને લીધે શિવ અને રેખા વચ્ચે અવાર નવાર ઝઘડો થતો રહેતો હતો. રોજના ટોણાથી કંટાળીને રેખાએ પોતાના રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.

આસપાસના લોકોનું પણ કહેવું છે કે ઘટનાની આગલી રાતે પણ ગેમને લીધે રેખાનો પતિ સાથે ઝઘડો થયો હતો. ગ્રામીણ લોકોનું કહેવું છે કે તે મોટાભાગનો સમય મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હતી અને ગેમ રમ્યા કરતી હતી જેને લીધે લોકો તેને ટોકતા રહેતા હતા અને તેની સાસુને ટોણા પણ મારતી હતી.જેનાથી ત્રાસીને રેખાએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અધિકારી જેપી પાંડેએ શવને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે અને આગળની જાંચ ચાલી રહી છે.બંનેના લગ્ન 22 ઓક્ટોબર 2021 ના રોજ થયા હતા અને લગ્નના માત્ર નવ જ મહિનામાં રેખાએ માત્ર ગેમ રમવાની લતને લીધે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

Krishna Patel