અજબ પ્રેમની ગજબ કહાની, 30,000 ફૂટની ઊંચાઈએ આ યુવતી આપી બેઠી યુવકને દિલ, વીડિયો થયો વાયરલ

એવું કહેવાય છે કે પ્રેમ કોઈ બંધનોમાં બંધાતો નથી, તે હંમેશા મુક્ત હોય છે અને ગમે ત્યાં થઇ શકે છે, પ્રેમને ક્યારેય સમયનું બંધન પણ નડતું નથી હોતું, સોશિયલ મીડિયામાં આવા પ્રેમ સંબંમધઓની ઘણી બધી કહાનીઓ વાયરલ પણ થતા આપણે જોઈ હશે, ત્યારે હાલ એવું જ એક કપલ ખુબ જ ચર્ચામાં છે.

આ કપલ 30,000 ફૂટની ઉંચાઈ પર પ્રેમમાં પડ્યા હતા. આ કપલ અમીરાત એરલાઇનમાં કેબિન ક્રૂ મેમ્બર છે. જોબ દરમિયાન બંને પ્લેનમાં પ્રેમમાં પડ્યા હતા. 31 વર્ષીય નાથાલી પીટરસન અને 27 વર્ષીય સ્ટેફાનો એવેલિનોની જોડી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. તે પોતાની ટ્રિપ્સ અને રોજિંદા જીવન વિશે પોસ્ટ કરતા રહે છે.

આ કપલના યુટ્યુબ પર 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેની સારી ફેન ફોલોઈંગ છે. જોકે નેથાલી અને સ્ટેફાનો મેક્સિકોમાં રહે છે, પરંતુ કેબિન ક્રૂ તરીકે તેઓ વિશ્વના તમામ દેશોમાં પ્રવાસ કરતા રહે છે. તે તેના પ્રવાસના અનુભવો, લક્ઝરી હોટેલમાં રોકાણ, વિમાનમાંની વ્યવસ્થા વગેરે વિશે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરતો રહે છે. તેના વીડિયોને લાખો લોકો લાઈક કરે છે.

તેમના નવા વિડિયોમાં, કપલે જણાવ્યું છે કે કેવી રીતે તેઓ કેબિન ક્રૂની નોકરીમાં તેમનો આખો દિવસ પસાર કરે છે. આ માટે તેમણે એક વીડિયો શૂટ કરીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં તેણે પોતાની ચેલેન્જ વિશે પણ જણાવ્યું છે. નથાલીનું કહેવું છે કે કેબિન ક્રૂની ટીમે બે કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે.

તે આગળ જણાવે છે કે દિવસ કે રાત્રિના કોઈપણ સમયે શિફ્ટ થઈ શકે છે. મુસાફરોના આગમન પહેલા પહોંચવું અને તેમના ઉતર્યા પછી પ્લેનમાંથી ઉતરવું એ રૂટીનનો એક ભાગ છે. શિફ્ટ બદલાતી રહે છે, તેના કારણે તેમની ઊંઘ પર ઘણી અસર થાય છે. તેમનો મૂળ પગાર હવે એક લાખ રૂપિયાની નજીક છે. નેથાલી અંગ્રેજી, સ્પેનિશ, સ્વીડિશ, ડેનિશ અને કેટલીક ફ્રેન્ચ બોલે છે, જ્યારે સ્ટેફાનો અંગ્રેજી, ઇટાલિયન અને સ્પેનિશ બોલી શકે છે. તે હવે સ્વીડિશ શીખી રહ્યો છે.

Niraj Patel