અરે બાપરે… અસલી એરોપ્લેન કરતા પણ મોંઘી છે આ લક્ઝુરિયસ હેન્ડબેગ, કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

ઘણા લોકો એવા હોય છે જેમને મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનો ખુબ જ શોખ હોય છે. ખાસ કરીને મહિલાઓને બ્રાન્ડેડ વસ્તુઓ વધારે પસંદ આવતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક એરોપ્લેન શેપની હેન્ડબેગ ખુબ જ ચર્ચામાં આવી રહી છે.

આ હેન્ડબેગનું ચર્ચામાં આવવાનું  કારણ તેની ડિઝાઇન અને કિંમત બંને છે. કારણ કે આ લકઝરી ડિઝાઈનર બેગની કિંમત એટલી વધારે છે કે એક ટ્વીટર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ બેગની કિંમતમાં એક અસલી વિમાન ખરીદી શકાય છે.

2 એપ્રિલના રોજ એક ટ્વીટર યુઝર્સ દ્વારા બેગની તસવીરો શેર કરતા લખવામાં આવ્યું હતું કે, “લુઈસ વુઇટન ફોલ/વિન્ટર 2021 એયરલેન બેગ વિર્ગીલ કિબ્લો દ્વારા. અને હા, આની કિંમત તેમને 39 હજાર ડોલર (લગભગ 29 લાખ રૂપિયા) જણાવી છે.”

આ ટ્વીટ કર્યા બાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. ઘણા લોકો તેમાં કોમેન્ટ અને લાઈક કરવા લાગી ગયા. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું કે “તમે એમાંથી એક સાચું વિમાન ખરીદી શકો છો.”

તેને એક તસ્વીર શેર કરી છે તે એક 1968 Cessna 150H સિંગલ એન્જીન પ્લેનની છે. જેને 32 હજાર ડોલર (લગભગ 23 લાખ રૂપિયા)માં વેચવામાં આવી રહ્યું હતું.

Niraj Patel