વાહ આ શેફ તો આર્ટિસ્ટ નીકળ્યો… તરબૂચ પર બનાવી હનુમાન દાદાની એવી જબરદસ્ત પ્રતિકૃતિ કે જોઈને તમે પણ બોલી ઉઠશો, “જય શ્રી રામ..” જુઓ વીડિયો

શેફની અદભુત કારીગરી, તરબૂચ પર બનાવી બજરંગ બલીની છબી, જોઈને સૌ કોઈ થઇ ગયા મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

Lord Hanuman On Watermelon : આપણા દેશમાં ઘણા એવા લોકો ભરેલા પડ્યા છે જેમની અંદર ભરપૂર ટેલેન્ટ ભરેલો પડ્યો છે, પરંતુ ક્યારેક તેમની પરિસ્થિતિ એવી બની જતી હોય છે કે તેમને પોતાનો ટેલેન્ટ ભૂલીને કોઈપણ કામમાં લાગી જવું પડે છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે પોતાના કામની સાથે સાથે પોતાના ટેલેન્ટને પણ બતાવતા હોય છે.

ત્યારે હાલમાં એક શેફની અદભૂત કળા આનો પુરાવો છે. તરબૂચ પર અદ્ભુત આર્ટવર્ક બનાવતા શેફનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને ચારેબાજુથી પ્રસંશા મળી રહી છે. શેફ અંકિત બગિયાલ પાસે માત્ર ધારદાર છરીનો ઉપયોગ કરીને તરબૂચ પર કોઈપણ છબી કોતરવાની પ્રતિભા છે.

અંકિત હંમેશા આવી ઘટના કે મુદ્દો પસંદ કરે છે અને તેની આસપાસ આર્ટવર્ક બનાવે છે. ઉદાહરણ તરીકે, તેમણે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્યારે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ આદીપુરષને લઈને પણ અંકિતે એક આર્ટવર્ક બનાવ્યું. અંકિતે તરબૂચ પર ભગવાન હનુમાનની મંત્રમુગ્ધ કરતી છબી બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ankit Bagiyal (@ankitbagiyal)

શેફે કેપ્શન સાથે વીડિયો ક્લિપ શેર કરી, “જય શ્રી રામ જય બજરંગબલી.” આ વીડિયોને અત્યાર સુધી કરોડો લોકો જોઈ ચુક્યા છે અને લાખો લોકો લાઈક પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયો પર શેફની કલાના વખાણ કરતા જોવા મળ્યા છે અને ઘણા લોકો “જય શ્રી રામ” પણ કોમેન્ટમાં લખી રહ્યા છે.

Niraj Patel