લગ્ન કરીને બાઈક ઉપર જઈ રહ્યા હતા વર-કન્યા, પોલીસ વાળાએ જોઈને ઉભા રાખ્યા, પછી તેમની સાથે જે કર્યું તે તમને માનવામાં નહીં આવે, જુઓ વીડિયો

વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે લગ્નોની પ્રથાઓ પણ બદલાઈ ગઈ છે. હવે લગ્નમાં માત્ર ગણતરીના લોકોને જ હાજરી આપવામાં આવે છે, ત્યારે ઘણા લોકો નિયમોનું ઉલ્લઘન કરતા પણ જોવા મળે છે, પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ કહેશો કે આ બહુ જ સારું કર્યું.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક દંપતી લગ્ન કરીને બાઈક ઉપર ઘરે જતા જોવા મળી રહ્યા છે. જયારે આ પાબંધીઓની વચ્ચે વર-કન્યા બાઈક ઉપર જતા હોય છે ત્યારે એક પોલીસકર્મીની નજર તેમના ઉપર પડે છે અને ત્યારબાદ તેમને ઉભા રાખે છે.

પોલીસ આ દંપતીને ઉભું રાખ્યા બાદ તેમની પાસે જાય છે અને કોરોના મહામારી દરમિયાન આ રીતે લગ્ન કરીને જવા ઉપર તેમને આશીર્વાદ પણ આપે છે અને સાથે સાથે તેમને શુકન પણ આપતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરા દ્વારા પોતાના ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે, અને સાથે લખ્યું છે કે, :કોરોના પ્રોટોકોલનું પાલન કરીને નવદંપતી ઘરે જઈ રહ્યા હતા, પોલીસે ઘરના વડીલની જેમ શુભકામનાઓ અને શુકન આપ્યું.”

આ વીડિયોન અંદર એ પણ જોવા મળી રહ્યું છે કે જયારે વર-કન્યા રોયલ ઈનફિલ્ડ ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકીને તેમને માળા પણ પહેરાવી તેમનું સ્વાગત કર્યું. વીડિયોની અંદર બંને પોલીસવાળા પંજાબીમાં બોલતા દેખાઈ રહ્યા છે. એવું પણ કહે છે કે, “પ્રેમ પણ આપી દે…” જુઓ આ વીડિયો…

Niraj Patel