આ નાની ઢીંગલીએ આ રીતે ગાયું અરિજિત સિંહનું “અગર તુમ સાથ હો” ગીત કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયા ઉપર આમ તો રોજના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ એમાંથી કેટલાક વીડિયો જોવાના પણ ખુબ જ ગમતા હોય છે અને આવા વીડિયો દિલ પણ જીતી લેતા હોય છે.

હાલમાં એવો જ એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બાળકી પોતાની મમ્મી સાથે મળી અને 2015માં આવેલી ફિલ્મ “તમાશા”નું એક ખુબ જ પ્રખ્યાત ગીત “અગર તુમ સાથ હો” જે અલ્કા  યાજ્ઞિક અને અરજીયત સિંહના અવાજમાં ગાવામાં આવ્યું છે તે ગીત ગાઈ રહ્યા છે.

આ સુંદર વીડિયોને સૌથી પહેલા ફેસબૂક ઉપર અંજના માદાથીલ દ્વારા શહેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે અને તેમાં કોમેન્ટ કરીને આ સુંદર વીડિયોના વખાણ પણ કરી રહ્યા છે.

49 સેકેન્ડના આ વીડિયોની અંદર મદાથીલ ગિટાર વગાડતી જોવા મળી રહી છે. તેમની પાસે તેમની દીકરી બેઠેલી છે અને સાથમાં તે પણ ગીત ગાઈ રહી છે. જે રીતે બાળકી ગીત ગાઈ રહી છે તે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. જુઓ તમે પણ આ શાનદાર મનમોહક વીડિયો..

Niraj Patel