દેશની આ દીકરીએ બનાવ્યો ચેસમાં વર્લ્ડ રેકોર્ડ, કર્યું એવું જબરદસ્ત કામ કે કોઈ નહિ તોડી શકે તેનો રેકોર્ડ, ગિનિસ બુકમાં પણ નોંધાયું નામ…જુઓ વીડિયો

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું દેશની આ દીકરીનું નામ, ચેસમાં એવું કારનામુ કર્યું કે કોઈ આજ સુધી કરી ના શક્યું ! જુઓ વીડિયો

આપણા દેશમાં એવા ઘણા બધા પ્રતિભાશાળી બાળકો છે જેમનામાં અદભુત ટેલેન્ટ છુપાયેલો છે અને તે પોતાના આ ટેલેન્ટના કારણે પોતાનું આગવું નામ પણ બનાવતા હોય છે. હાલ દેશની એવી જ એક દીકરીએ પોતાના ટેલેન્ટના દમ પર એવું કારનામુ કર્યું કે તેનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે.

દુનિયાની સૌથી મુશ્કેલ રમતમાં ચેસ પણ એક છે. ત્યારે આ દીકરીએ એવું કામ કર્યું છે જેને જોઈને તમે પણ સલામ કરશો. ભારતના પુડુચેરીની એક છોકરીએ સૌથી ઝડપી ચેસની મોહરોને બોર્ડ પર ગોઠવીને ઇતિહાસ રચી દીધો. આ છોકરીએ એક સમયમાં જ શતરંજના બોર્ડને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે કોઈપણ વ્યક્તિ દ્વારા સૌથી ઓછા સમય માટે ગિનિસ બુકમાં નામ નોંધાવી દીધું.

જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ગિનિસ બુકના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ છોકરીનું નામ એસ ઓડેલીયા જેસ્મિન છે. જે વીડિયોમાં સૌથી ઝડપી શતરંજની મોહરોને મેટ પર ગોઠવતી જોવા મળી રહી છે, તેણે ફક્ત 29.85 સેકેન્ડમાં ચેસ બોર્ડ પર આ બધી જ મોહરોને ગોઠવી દીધી હતી.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહેલા બેનર દ્વારા એ માલુમ પડી રહ્યું છે કે આ રેકોર્ડ વર્ષ 2021માં બનાવવામાં આવ્યો હતો. ગિનિસ બુકની અધિકારીક વેબસાઈટ પર 20 જુલાઈ 2021ની તારીખની પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ ગિનિસ બુક ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વીડિયો હાલમાં શેર કરવામાં આવ્યો છે. જેસ્મિનનું સપનું આ ખિતાબ હાંસિલ કરવાનું હતું જેના માટે તેણે સતત એક વર્ષ સુધી મહેનત કરી.

Niraj Patel