ક્લાસરૂમમાં રડતા બાળકને સમજાવતી આ નાની બાળકીનો VIDEO તમારૂ મન મોહી લેશે

આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો, છોકરીઓમાં માતાના ગુણ નાનપણથી હોય છે

પ્રેમ એક એવી લાગણી છે, જે આપણા બધામાં હોય છે, પછી ભલે તે માનવ હોય કે પ્રાણી કે પુખ્ત વયના કે બાળકો. સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે. આ વિડીયોમાં એક નાની બાળકી તેના વર્ગમાં ભણતા છોકરાને પ્રેમથી સમજાવતી અને દિલાસો આપતી જોવા મળે છે. છોકરીનો આ પ્રેમાળ અંદાજે દરેકનું દિલ જીતી લીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એટલો સુંદર છે કે આ જોઈને તમારો ચહેરો ખુશીથી ખીલી ઉઠશે.

વિડીયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક ભાવુક નાના બાળકની આંખમાં આંસુ છે. તેને એક નાની બાળકી પ્રેમથી દિલાસો આપી રહી છે જે તેની મિત્ર છે. તેણે તેનો હાથ પકડી લીધો અને તેની સાથે શાંતિથી વાત કરી. છોકરો વાસ્તવમાં તેની માતાને યાદ કરતો હતો, પરંતુ છોકરીએ તેને યાદ અપાવ્યું કે તેઓ એપ્રિલમાં તેમના પરિવારને મળવા જશે. છોકરીએ કહ્યું, આપણે એપ્રિલમાં જઈશું. તેણે છોકરાના માથા પર હાથ ફેરવાતા કહ્યું, આ રીતે રડવાનું નહીં.

નીમા ખેનરાબે ટ્વિટર પર પોસ્ટ કરેલા આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, “પ્રેમ એ માણસનો જન્મજાત ગુણ છે, ન કે મેળવેલો ગુણ. પ્રેમની શક્તિ એ છે કે તે સંક્રામક છે. પ્રેમ કરતા રહો. અરુણાચલ પ્રદેશના દૂરસ્થ તવાંગમાં એક સ્કૂલની છાત્રાલયના આ બાળકો મુશ્કેલ સમયમાં એકબીજાને સાંત્વના આપી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. તેણે તેના ક્લાસમેટ પ્રત્યે છોકરીની સંવેદનશીલતાની પણ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “ખૂબ જ સુંદર! જવાબદાર ઉછેર.” બીજા યુઝરે ટિપ્પણી કરી, “કેટલું સુંદર!”

YC