આ ટેણી “પુષ્પા”એ તો જીતી લીધી સૌના દિલ, કાલી કાલી ભાષામાં એવી રીતે “ઝુકેગા નહિ” કહ્યું કે તમે પણ દીવાના બની જશો, જુઓ વીડિયો

સાઉથની ફિલ્મ “પુષ્પા” આવ્યાને  ઘણા મહિનાઓ વીતી ગયા છે તે છતાં પણ હજુ ચાહકોમાં તેનો ક્રેઝ જરા પણ ઓછો થયો નથી.આ ફિલ્મના ગીતો અને ડાયલોગનો નશો જોનારા ઉપર એ હદ સુધી છવાયેલો છે કે રોજ આ ફિલ્મના ઘણા સીન ઉપર ઢગલાબંધ વીડિયો બનતા  હોય છે. અને તેમાં પણ “ઝુકેગા નહિ” તો હવે દેશ વિદેશમાં પણ ટ્રેન્ડ થઇ ગયું છે.

સેલેબ્રિટીઓ અને સામાન્ય માણસો સાથે સાથે નાના બાળકો પણ અલ્લુ અર્જુનની એક્ટિંગના દિવાના બની ગયા. ત્યારે હાલ વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનું ટેણીયું “પુષ્પા” ફિલ્મના અલ્લુ અર્જુનના ડાયલોગને કોપી કરતું જોવા  મળી રહ્યું છે, જેનો વીડિયો પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાનો બાળક  પુષ્પા ફિલ્મના ‘પુષ્પરાજ મેં ઝુકેગા નહીં સાલા’ની આઇકોનિક એક્શન કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ બાળકની ક્યુટનેસના ફેન થઈ જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક વજન માપવા માટે ડિજિટલ વેઈંગ મશીન પર ઊભું છે.

જેના બાદ આસપાસના લોકો બાળકને પુષ્પા ફિલ્મના ડાયલોગ બોલવાનું કહે છે. જે પછી અચાનક આ નાનો બાળક પુષ્પા ફિલ્મનો ફેમસ ડાયલોગ બોલવાનું શરૂ કરે છે અને અલ્લુ અર્જુનના એક્શન સાથે “પુષ્પરાજ મેં ઝુકેગા નહી સાલા” બોલતો જોવા મળે છે. કારણ કે આ બાળક નાનું છે અને શબ્દો સ્પષ્ટ બોલી શકતું નથી તેથી કાલા ઘેલા  અવાજ સાથેનો આ નાનકડો પુષ્પા રાજ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે, આ પહેલા પણ પુષ્પા ફિલ્મના આજ ડાયલોગ ઉપર ઘણા લોકોએ પોતાના વીડિયો બનાવ્યા છે અને તે સોશિયલ મીડિયામક જબરદસ્ત વાયરલ પણ થઇ રહ્યા છે, સાથે જ આ ડાયલોગમાં નાના બાળકોની ક્યુટનેસ જોનારાને ખુબ જ પસંદ પણ આવતી હોય છે.

Niraj Patel