દારૂ વેચવા માટે ભગવાનને પણ ના છોડ્યા, મંદિરમાં જ બનાવી દીધું એવું ખાનું કે પોલીસ તપાસમાં સામે આવતા જ હોંશ ઉડી ગયા, જુઓ વીડિયો

પોલીસને મળી હતી માહિતી કે મહિલા ઘરમાંથી વેચે છે દારૂ, વારંવાર પાડ્યા દરોડા પણ કઈ હાથ ના લાગ્યું, પરંતુ આ વખતે એવી જગ્યાએ સંતાડ્યો હતો દારૂ કે… જુઓ વીડિયો

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, છતાં પણ છાસવારે દારૂ ઝડપાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો ગેર કાયદેસર રીતે દારૂ લઈને આવે છે અને તેનું વેચાણ પણ કરતા હોય છે. ત્યારે આવા લોકો દારૂને સંતાડવા માટે અને પોલીસથી બચવા માટે અનોખા જુગાડ પણ અપનાવતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેણે તો લોકોના પણ હોંશ ઉડાવી દીધા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે એક મહિલાએ પોલીસની નજરમાંથી દારૂનો જથ્થો બચાવવા માટે પોતાના ઘરના જ એક મંદિરની નીચે બોક્સ બનાવીને રાખ્યું હતું. આ બોક્સમાં દારૂની બોટલો છુપાવીને રાખવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ ઘરમાં પહેલા પણ ઘણીવાર છાપામારી કરી હતી, પરંતુ પોલીસના હાથે કઈ લાગ્યું નહોતું.

પરંતુ આ વખતે પોલીસે ખુબ જ ઝીણવટથી આખા ઘરની તપાસ કરી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો, જેને જોઈને પોલીસના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મંદિરમાં ભગવાનની કેટલીક મૂર્તિઓ રાખવામાં આવી છે. એજ મંદિરની નીચે એક નાનું બોક્સ બનાવેલું છે.

આ બોક્સમાંથી પોલીસકર્મીઓ દારૂની બોટલો બહાર કાઢતા નજર આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક મુખબિર દ્વારા સૂચના મળી હતી કે મહિલા દારૂ વેચવાનું કામ કરે છે અને તેના માટે તે મોં માંગી કિંમત પણ લે છે. તેના ઘરે પણ લોકો દારૂ ખરીદવા આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના વર્ધાની છે. વર્ધા જિલ્લામાં દારૂબંધી છે.

Niraj Patel