ગુજરાત: જેવો દરવાજો ખોલ્યો કે બહાર કુંડી ઉપર બેઠા હતા બે સિંહ, અને પછી જે થયું તે જુઓ વાયરલ વીડિયોમાં

ક્યારેક તમે જો તમારા ઘરનો દરવાજો ખોલો અને બહાર સિંહ જોવા મળી જાય તો ? આવી તો આપણે કલ્પના પણ ના કરી શકીએ, તો હકીકત બનવી તો બહુ દૂરની વાત રહી પરંતુ આવી હકીકતમાં પણ બન્યું છે. જેમાં એક વ્યક્તિએ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર જ બે સિંહ બેઠેલા જોયા.

આ ઘટના બની છે ગુજરાતમાં. જ્યાં ઘર માલિકે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર તેના ઘરના કૂવાની પાસે બે સિંહ બેઠેલા હતા અને તે આરામથી પાણી પણ પી રહ્યા હતા. જેને જોઈને મકાન માઈલ પણ હેરાન રહી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ મોબાઈલ ઉપર રેકોર્ડિંગ કરતા કરતા ઘરનો દરવાજો ખોલે છે. જેવો જ દરવાજો ખોલે છે કે તે જુએ છે બહાર કુવા પાસે બે સિંહ બેસીને પાણી પીવે છે. તે એ વ્યક્તિને ધુરીને જુએ પણ છે અને પછી પાછા પાણી પીવા લાગી જાય છે. તે વ્યક્તિ આખો દરવાજો નથી ખોલતો અને સંતાઈને તેમને જોયા કરે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ફોરેસ્ટ ઓફિસર સાકેત દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે, સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “જો તમે દરવાજો ખોલો અને આવો નજારો જુઓ તો શું કરશો ?” જુઓ તમે પણ આ વાયરલ વીડિયોને

Niraj Patel