6 સિંહોએ ભેગા મળીને એક જિરાફ ઉપર કર્યો હુમલો, તે છતાં પણ પોતાની ગરદન ના ઝુકાવી જિરાફે, જુઓ વીડિયો

સિંહને  જંગલનો રાજા કહેવામાં આવે છે. ઘણા વીડિયોની અંદર આપણે સિંહને શિકાર  કરતા પણ જોયો હશે. સિંહ જો કોઈ શિકારની પાછળ પડી જાય તો તો તેનું જીવતા રહેવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક જિરાફે સિંહોના ટોળાના પરસેવા છોડાવી દીધા અને છેલ્લે જિરાફની બહાદુરી જોઈને સિંહોને પણ હાર માનવી પડી.

સોશિયલ મીડિયા ઉપર એક જૂનો વીડિયો ફરીથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં સિંહોનું એક ઝુંડ જિરાફનો શિકાર કરતુ જોવા મળી રહ્યું છે. વીડિયોની અંદર એક જિરાફ 6-6 સિંહો સામે પણ હાર ના માનતું જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો ગત વર્ષોમાં દક્ષિણ આફ્રિકાના કલેશ્રી ગેમ રિઝર્વમાં ઉતારવામાં આવ્યો હતો.

સિંહોના ટોળાએ જિરાફને એકલા જોઈને તેનો શિકાર કરવાનો પ્લાન બનાવ્યો. એક એક કરીને 6 સિંહોએ જિરાફને ઘેરી લીધું. વીડિયોમાં જોઈ શકાય છે કે જિરાફને નીચે પાડવા માટે બધા જ સિંહોએ પોતાની તાકાત લગાવી દીધી છે, પરંતુ જિરાફ ટસથી મસ નથી થતું, એક સિંહ જિરાફના પગને પોતાના જડબામાં દબાવી લે છે, તો એક તેની પીઠ ઉપર ચઢીને દાંત ઘુસાડી દે છે.

પરંતુ અચરજની વાત એ છે કે જિરાફ આટલું દર્દ સહન કરતા કરતા પણ આગળ વધે છે. આ નજારો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ શકે છે. સિંહોના આ હુમલા વચ્ચે પણ જિરાફ પોતાની ગરદન ઝુકાવવા તૈયાર નહોતો. તે આગળ જ વધતું રહ્યું અને છેલ્લે તે સિંહોની ચુંગલમાંથી આઝાદ થઇ ગયું. સોશિયલ મીડિયામાં આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે.

Niraj Patel