ગુજરાતમાં હાઇ-વે ઉપર જોવા મળ્યો અદભુત નજારો, 5 સિંહ પરિવાર સાથે ફરતા આવ્યા નજર, ઘટના કેમેરામાં થઇ કેદ

સિંહ એક જંગલનું પ્રાણી છે, પરંતુ ગુજરાતના ગીરમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવે છે, જે જોઈને આપણે પણ હેરાન રહી જઈ જઈએ. જંગલમાં રહેનારો સિંહ રસ્તાઓ ઉપર અને ઘણા ગામડાઓમાં પણ નજર આવે છે. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી આપણે જોઈએ છીએ.

હાલ એવી જ એક ઘટના રાજુલા-અમરેલી હાઇવે ઉપર જોવા મળી છે. જ્યાં સિંહ પોતાના પરિવાર સાથે લટાર મારવા માટે નીકળેલો જોવા મળ્યો હતો. જેમાં એક બે નહિ પરંતુ 5 સિંહો કેમેરામાં કેદ થયા હતા.

આ વીડિયો અમરેલી-રાજુલા હાઈવેના પીપાવાવ પાસેનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં કોરોનાના કારણે હાઇ-વે ઉપર વાહનોની અવર જવર ઓછી હોય છે ત્યારે સિંહો આ રીતે લટાર મારતા પણ કેમેરામાં કેદ થઇ રહ્યા છે.

આ સમય ચોમાસાનો છે અને આ સીઝનમાં સિંહોનો મેટિંગનો સમય ચાલી રહ્યો છે. એવામાં જંગલ છોડી અને સિંહ રસ્તાઓ ઉપર આવતા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ હાઈ-વે ઉપર આ રીતે બહુ જ ઓછા સિંહ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સિંહોના આ ભ્રમણનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ સિંહના પરિવાર દ્વારા હાઈ-વે ઉપરની આવી ઘટના બહુ ઓછી જોતા હોય છે જેના કારણે આ વીડિયોને પણ ઘણા લોકો શેર કરી રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel