સિંહણ શાંતિથી ખાડામાં ભરાઈ રહેલું પાણી પી રહી હતી, ત્યારે જ તેના બચ્ચા તેની સાથે કરવા લાગ્યા મસ્તી, વીડિયો જોઈને તમને સિમ્બા યાદ આવી જશે

જંગલના રાજા સિંહને જોઈને ભલ ભલાણી હવા ટાઈટ  થઇ જતી હોય છે, જંગલના પ્રાણીઓ પણ સિંહને જોઈને ભાગતા હોય છે, સિંહ જો પોતાના શિકાર ઉપર ત્રાટકે તો તે મોતને ભેટે ના ત્યાં સુધી તેને છોડતો નથી. પરંતુ સિંહના બચ્ચાઓ સિંહથી નથી ડરતા અને સિંહ પણ પોતાના બચાઓને ખુબ જ પ્રેમ કરતો હોય છે. સિંહણ પણ તેના બચ્ચાઓની ખુબ જ કાળજી રાખે છે.

ત્યારે હાલ સિંહણ અને તેના બચ્ચાઓની મસ્તીનો એક ખુબ જ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સિંહણ શાંતિથી પાણી પીતી જોવા મળી રહી છે. આ દરમિયાન સિંહણના નાનકડા બચ્ચા સિંહણની પૂંછડીને પકડતા જોવા મળે છે. આ સ્થિતિમાં પણ સિંહણ પણ પરેશાન બચ્ચા પર ગુસ્સો દર્શાવવાને બદલે તેના બચ્ચા ઉપર નજર રાખતી જોવા મળે છે.

આ દૃશ્ય ખરેખર દરેકને તેમના બાળપણની યાદ અપાવશે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં સિંહણની ધીરજ અને શાંત સ્વભાવ જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘માતા કરતાં માત્ર ભગવાન જ વધારે ધીરજ ધરાવે છે.’ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ સિંહણની ધીરજ અને શાંત સ્વભાવના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel