સિંહણ અને આ વ્યક્તિની મિત્રતા જોઈને તમે પણ હેરાન રહી જશો, વીડિયો જોઈને તમે પણ કહેશો “આ છે બીજો મોગલી !”

ટીવી ઉપર આપણે મોગલી અને ટાર્ઝન જેવી ફિલ્મો અને ધારાવાહિકો જોઈએ છીએ, જેમાં પ્રાણીઓ તેમના મિત્રો બતાવવામાં આવે છે. વળી ઘણી ફિલ્મોમાં પણ આપણે જોયું છે કે વાઘ અને સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ પણ ઘણીવાર માણસના મિત્રો બનતા હોય છે, પરંતુ શું તમે રિયલ લાઈફમાં ક્યારેય કોઈ સિંહણ અને માણસની મિત્રતા જોઈ છે ?

સોશિયલ મીડિયામાં હાલ એક સિંહણ અને એક વ્યક્તિની મિત્રતા ખુબ જ વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા ઉપર તેમની મિત્રતા સાથે જોડાયેલા ઘણા વીડિયો અને તસવીરો પણ ખુબ જ વાયરલ થયા છે. જેના કારણે તે ઈન્ટરનેટ ઉપર પણ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે સિંહણ જયારે પણ તે વ્યક્તિને જુએ છે કે તરત તેને ગળે વળગી જાય છે.

આ વ્યક્તિનું નામ છે વેલેન્ટીન ગ્રુએનર. જેને લગભગ 9 વર્ષ પહેલા એક 10 દિવસની સિંહણનો જીવ બચાવ્યો હતો. એ તે સમયની ઘટના છે જયારે સિંહણની મા તેને એકલી છોડી અને ક્યાંક ચાલી ગઈ હતી. નાની સિંહણને આ હાલતમાં જોઈને વેલેન્ટીને તેને પાળવાનો નિર્ણય કર્યો અને તેનું નામ રાખ્યું સિર્ગા.

હાલમાં સિર્ગા 9 વર્ષની થઇ ગઈ છે પરંતુ સમયની સાથે વેલેન્ટીન સાથેની તેની મિત્રતા દિવસે દિવસે વધી રહી છે. આ બંને વચ્ચેની મિત્રતા એટલી ઊંડી છે કે વેલેન્ટીન કોઈપણ જાતના ડર વગરે સિંહણને ગળે વળગી શકે છે. જયારે આ બંનેની મિત્રતાની કહાની સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ત્યારથી લોકો તેમના વીડિયોને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sirga (@sirgathelioness)

વેલિન્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર સિર્ગા સાથેની ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કરે છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે, સિંહણ અને માણસ વચ્ચેનો પ્રેમ જોઈને લોકો પણ અભિભૂત થઇ જાય છે, ઘણા લોકોને આ વાત ઉપર વિશ્વાસ પણ નથી આવતો.

 

View this post on Instagram

 

A post shared by Sirga (@sirgathelioness)

ઘણા લોકોનું કહેવું છે કે એક માણસ અને સિંહણ વચ્ચે મિત્રતા કેવી રીતે થઇ શકે છે ? કારણ કે સિંહણ એક ખુંખાર પ્રાણી છે. તો ઘણા લોકનું કહેવું છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં બધું જ થઇ શકે છે. વેલિન્ટરે આ સિંહણ 10 દિવસની હતી ત્યારથી તેનું જતન કર્યું છે જેના કારણે તે બંને વચ્ચે મિત્રતા થવી સ્વાભાવિક છે.

Niraj Patel