સાપને છેડવો પડ્યો સાવજના બચ્ચાને ભારે, ઉછળીને એવો કર્યો હુમલો કે સિંહના બચ્ચાને પણ આવી ગઈ હશે નાની યાદ.. જુઓ વીડિયો

અજગરે ભણાવ્યો સિંહના બચ્ચાને બરાબરનો પાઠ, કે સાવજના બચ્ચાને પણ ઉભી પુછડીએ ભાગવું પડ્યું, વીડિયો જોઈને હેરાન રહી જશો, જુઓ

ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણે પણ ઘન હેરાન રહી જઈએ. એમાં પણ વાઘ, સિંહ અને સાપ જેવા પ્રાણીઓના વીડિયોને જોવાનું લોકો સૌથી વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને સૌના હોશ ઉડાવીને રાખી દીધા છે.

અજગર અને સિંહ બચ્ચાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક અજગર જંગલમાં પડેલો છે. ત્યારે એક સિંહનું બચ્ચું મસ્તીના મૂડમાં ત્યાં પહોંચે છે. શરૂઆતમાં તે તેની તરફ ધ્યાનથી જુએ છે. આ પછી, તે તેને તેના મોંથી ચીડવવા લાગે છે. પોતાના પર જોખમ જોઈને અજગર પોતાનું મોં ખોલીને સિંહ પર ત્રાટકે છે.

આ જોઈને ગુસ્સે થયેલો સિંહ તરત જ પાછળ હટી જાય છે, જેથી તે અજગરની પકડમાં આવતા બચી જાય છે. આ હુમલાથી ગભરાયેલો સિંહનું બચ્ચું વિચારે છે કે ત્યાંથી શાંતિથી નીકળી જવું વધુ સારું છે. તેના ગયા પછી અજગર પણ તેની જગ્યાએ આરામથી બેસી જાય છે. આ વીડિયો wildmaofficial હેન્ડલ પરથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાપે બચ્ચાને મોટો પાઠ ભણાવ્યો.’

 

View this post on Instagram

 

A post shared by Wildma (@wildmaofficial)

આ વીડિયો જોઈને લોકો વિવિધ પ્રકારની ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર કહે છે કે, ‘એ વાત માનવામાં ન આવે કે સાપ પણ આટલો ગુસ્સે થઈ શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સિંહને પણ જંગલનો કાયદો સમજાયો હશે.’ હવે તે ફરીથી તેને તોડવાનો પ્રયાસ કરશે નહીં. આશ્ચર્ય વ્યક્ત કરતા એક યુઝરે લખ્યું, ‘જંગલમાં દરેક વ્યક્તિ પોતાનામાં છુપાયેલ રૂસ્તુમ છે.’

Niraj Patel