સિંહણે પોતાના બચ્ચાઓ માટે કર્યો ઝેબ્રાનો શિકાર, પરંતુ બચ્ચાઓ તો ખાવાની જગ્યાએ તેની સાથે જ રમવા લાગ્યા, જુઓ હેરાન કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં જંગલની અંદર શિકાર કરતા પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો જંગલમાં જંગલ સફારી કરવા માટે જતા હોય છે અને તેમના કેમરામાં પણ ઘણીવાર એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે કે તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

જંગલનો રાજા કહેવાતા સિંહને જોઈને પ્રાણીઓ પણ થરથર ધ્રૂજી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તમામ વીડિયોમાં ઘણીવાર સિંહ શિકાર કરતા જોવા મળે છે તો ક્યારેક પ્રાણીઓના ફની વીડિયો પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ પણ નહીં થાય. વીડિયોમાં સિંહના બચ્ચા તેમના એક શિકાર સાથે રમતા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં સિંહણે ઝેબ્રાનો શિકાર કર્યો છે. જ્યાં સિંહણની સાથે તેના બાળકો પણ હાજર છે. આ દરમિયાન બાળકો મસ્તીના મૂડમાં શિકાર સાથે રમતા જોવા મળે છે. વીડિયોમાં નાના બચ્ચા ક્યારેક ઝેબ્રાની ટોચ પર ચઢી જાય છે, તો ક્યારેક પોતાની મેળે પડી જાય છે. વીડિયોમાં નાના બચ્ચા પણ તેમના તીક્ષ્ણ દાંત વડે શિકારને કરડવાની કોશિશ કરે છે, પરંતુ તે બટકું ભરવામાં અસમર્થ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Lionquickly (@lionquickly)

થોડા સમય પછી તેઓ તેમના શિકારને છોડી દે છે અને દૂર જાય છે અને એકમેકની સાથે મસ્તી કરવા લાગે છે. વીડિયોને જોઈને એવું લાગે છે કે તેમને ભોજનની નહીં પણ મજાની જરૂર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ વીડિયોને સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ વીડિયોને જોઈને યુઝર્સ પોતાના અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Niraj Patel