જંગલ સફારીનો આનંદ માણી રહેલા આ વ્યક્તિની આંખો સામે જ આવીને ઉભો રહી ગયો સિંહ, નજર પડતા જ હવા થઈ ગઈ ટાઈટ, જુઓ વીડિયો

સિંહ અચાનક જ સામે પ્રગટ થઇ ગયો અને આ વ્યક્તિની હવા ટાઈટ થઈ, પછી જે થયુ, જુઓ વીડિયો

ઘણા લોકો પ્રાણીઓને જોવા માટે જંગલ સફારીમાં જતા હોય છે, ત્યાં ઘણીવાર પ્રવાસીઓ સાથે એવી ઘટના પણ બનતી હોય છે, જેને જોઈને લોકો પણ હેરાન થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આવા જ ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોને પણ હેરાનીમાં મૂકી રહ્યો છે.

સિંહને એમ જ કઈ જંગલનો રાજા કહેવામાં નથી આવતો. સિંહને જોઈને મોટા પ્રાણીઓની હાલત કફોડી થઈ જાય છે, તો પછી માનવીની ઔકાત શું છે. સિંહ એક ક્ષણમાં તેના શિકારને ફાડી નાખે છે. વિચારો, જો તમારી સામે સિંહ આવી જાય તો તમારી હાલત ખરાબ થવાની ને… ત્યારે જ વ્યક્તિ એ જ સ્થિતિમાં જીવી શકે છે, જ્યારે સિંહ પોતે વ્યક્તિ પર દયા કરે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કંપી જશો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જંગલ સફારી માટે ગયો હતો. આ દરમિયાન તેના હાથમાં કેમેરો હતો. જંગલની મુલાકાતે આવેલા વ્યક્તિએ એકવાર જંગલના રાજા સિંહની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવાની આકાંક્ષા કરી. જેથી તે પોતાની કાર પર બેસીને ચારેબાજુ સિંહને શોધી રહ્યો હતો.આ દરમિયાન જ્યારે તે પાછળ ફરે છે, ત્યારે તેનો આત્મા કંપી ઉઠે છે.

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

તમે જોઈ શકો છો કે સિંહ વ્યક્તિની નજીક આવતા જ તેના ચહેરા પર ગભરાટ અને ડરના ભાવ ઉભરી આવે છે. વ્યક્તિ એક ક્ષણ માટે સમજી શકતો નથી કે શું થયું છે. તમે તેના હાથની હિલચાલ અને ચહેરાના હાવભાવ જોઈને સમજી શકો છો કે સિંહના આગમનથી તે ખૂબ જ કંપી ગયો છે. તમે જોઈ શકો છો કે સિંહ ત્યાં ઊભો છે અને તેની સામે તાકી રહ્યો છે. આ દરમિયાન વ્યક્તિને એવું પણ લાગ્યું હશે કે હવે તેનો જીવ બચવાનો નથી. જો કે, સિંહ માણસ પર દયા કરે છે અને તેના પર હુમલો કરતો નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel