વીજળી પડવાનો રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો પત્નીના મોબાઈલમાં થયો કેદ, વરસાદમાં બહાર નીકળતા રહેજો સાવધાન, જુઓ

વરસાદના રમણીય આનંદ માણતા ચાલુ કારમાં પત્ની બનાવી રહી હતી વીડિયો, ત્યારે જ પતિ ઉપર પડી ભયાનક વીજળી, આખી ઘટના થઇ ગઈ વીડિયોમાં કેદ, જુઓ

ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે અને ઠેર ઠેર સારો એવો વરસાદ પણ થઇ રહ્યો છે, ત્યારે વરસાદી વાતાવરણમાં ઘણા અક્સ્માતના બનાવો પણ સામે આવતા હોય છે, રોડ ઉપર ઘણીવાર વરસાદના કારણે રસ્તો બરાબર ના દેખાવવાના કારણે પણ અકસ્માત સર્જાય છે, તો ઘણીવાર વીજળી પાડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વીજળી પડવાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યો છે અમેરિકાના ફ્લોરિડા શહેરમાંથી. જ્યાં એક ભયાનક વીજળી એક વ્યક્તિ પર પડી હતી અને તેની પત્ની તે સમયે સમગ્ર ઘટનાને વીડિયોમાં કેદ કરી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં એક ટ્રક ડ્રાઈવર અમેરિકામાં હાઈવે પર મુસાફરી કરી રહ્યો હતો. પછી એકાએક આકાશમાંથી વીજળી ખરાબ રીતે પડી.

આ વ્યક્તિ તેની ટ્રક લઈને હાઈવે પર ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિની ટ્રક પર વીજળી પડી હતી. પરંતુ સારી વાત એ છે કે તે વ્યક્તિને કંઈ થયું નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીજળી પડવાનો આ વીડિયો ઘણો ડરામણો છે.

જ્યારે આ વ્યક્તિ તેની ટ્રક સાથે ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની તેની પાછળ રસ્તા પર બીજી કારમાં હતી. પછી હવામાન અચાનક બદલાઈ ગયું અને જોરદાર તોફાન સાથે વીજળી ચમકવા લાગી. પછી તે વ્યક્તિની પત્નીએ વિચાર્યું કે તેણે આ દ્રશ્યનો વીડિયો પોતાના ફોનમાં શૂટ કરવો જોઈએ. પણ પછી આકાશમાંથી ભયંકર વીજળી પડી. આ વીજળી આ મહિલાના પતિના ટ્રક પર પડી હતી. રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. ફોક્સ 13 ન્યૂઝના અહેવાલ મુજબ, જ્યારે મહિલા કેમેરામાં વીડિયો રેકોર્ડ કરી રહી હતી, ત્યારે જ લોકોને આ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. એક સમયે, તે સ્ત્રીને પણ ખ્યાલ આવી ગયો હતો કે આવા ખતરનાક વીજળી પડવાના કારણે તેના પતિને મુશ્કેલી આવી હશે, પરંતુ બધું બરાબર હતું અને કંઈપણ ખરાબ થયું નથી.

Niraj Patel