18 વર્ષે છોડ્યુ ઘર, દુનિયાભરમાં બનાવ્યા 1100 મંદિર, જાણો સ્વામીનારાયણ સ્વરૂપદાસજીની કહાની
સ્વામીનારાયણ સંસ્થાન BAPSના પ્રમુખસ્વામીના જન્મ શતાબ્દી પર અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ સમારોહમાં 14 ડિસેમ્બરના રોજ પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કર્યુ હતુ. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી સમારોહ 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. સમારોહને સંબોધિત કરતા પ્રધનામંત્રીએ કહ્યુ કે, પ્રમુખસ્વામીજી સાથે મારો એક આધ્યાત્મિક સંબંધ હતો, એક પિતા-પુત્રનો સ્નેહ હતો. (તમામ તસવીરો સૌજન્ય : ઝી ન્યુઝ 24કલાક)
આજે પણ તે જ્યાં હશે મારા બધા પળને જોતા હશે, એકદમ બારીકીથી મારા કામને જોતા હશે. તેમણે મને જે શીખવાડ્યુ-સમજાવ્યુ શું હું તે રાહ પર ચાલી રહ્યો છું કે નહિ તે જરૂર જોતા હશે. એક મહિના સુધી ચાલનાર આ સમારોહ માટે અમદાવાદમાં આખું શહેર વસાવી દેવામાં આવ્યુ છે. જ્યાં આ સમારોહ થઇ રહ્યો છે તે 600 એકડ જમીન દાનની છે, જે પૈસાથી નિર્માણ થયુ છે તે પણ દાનના છે. જે લોકો કામ કરી રહ્યા છે તે સેવાભાવથી કામ કરી રહ્યા છે.
સ્વામીનારાયણ સંસ્થાનના દુનિયામાં લાખો ફોલોઅર્સ છે. આ ઇવેન્ટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવશે, આ ઇવેન્ટમાં 55 લાખ શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે. જેના માટે હોટલનું બુકિંગ પણ થઇ ગયુ છે. BAPS સંસ્થાનમાં 7000થી વધારે લોકો કામ કરે છે. જ્યાં આ ઇવેન્ટ થઇ રહ્યો છે તે 600 એકડ જમીન પર સ્વામીનારાયણ નગર પણ બનાવવામાં આવ્યુ છે. ત્યારે આજે આપણે જાણીશું પ્રમુખ સ્વામી મહારાજની જીવનયાત્રા વિશે.
વડોદરામાં 7 ડિસેમ્બર 1921ના રોજ શાંતિલાલ પટેલનો જન્મ થયો હતો. 18 વર્ષની ઉંમરે જ તે ઘર છોડી આધ્યાત્મ તરફ વળી ગયા હતા. 1940માં તે શાસ્ત્રી મહારાજના શિષ્ય બન્યા અને આ દરમિયાન તેમનું નામ બદલી નારાયણ સ્વરૂપદાસ સ્વામી રાખવામાં આવ્યુ. વર્ષ 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેમણે બોચાસણવાસી અક્ષર પુરુસોત્તમ સંસ્થાન (BAPS)ના પ્રમુખ પદને સંભાળી લીધુ. ત્યારથી તે પ્રમુખ સ્વામીના નામથી ઓળખાવા લાગ્યા.
પોતાની નમ્રતા, કરુણા અને સેવાભાવને કારણે તે જલ્દી જ દુનિયાભરમાં મશહૂર થઇ ગયા. સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજે તેમના પૂરા જીવનને માનવતાની ભલાઇમાં લગાવી રાખ્યુ હતુ. તેમના ફોલોઅર્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ સામેલ હતા. જ્યારે વર્ષ 2016માં તેમણે શરીર ત્યાગ્યુ ત્યારે પીએમ મોદી પણ રડી પડ્યા હતા. નારાયણ સ્વરૂપદાસજીએ દુનિયાભરમાં 1100 મંદિરોનું નિર્માણ કરાવ્યુ હતુ
અને આ કારણે સ્વામી પ્રમુખનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે. ગાંધીનગર અને દિલ્લીમાં યમુના કિનારે જે અક્ષરધામ મંદિર છે તે પ્રમુખ સ્વામીની આગેવાનીમાં જ બન્યુ હતુ. તેમણે લાખો લોકોની નશાની લત પણ છોડાવી હતી.પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે ઘણીવાર વિદેશ યાત્રાઓ કરી.
અમેરિકી મહાદ્વીપમાં તેમની પહેલી યાત્રા દરમિયાન જ તેમને ઘણી જગ્યાએ ‘કી ટૂ ધ સિટી’થી નવાજવામાં આવ્યા હતા. અમેરિકાના ન્યુયોર્કમાં પહેલુ BAPS મંદિર બન્યુ હતુ. તે બાદ આગળના ચાર દશકમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં 70થી વધારે મંદિરોનું નિર્માણ કરાવવામાં આવ્યુ. વેટિકન સિટીમાં તેમણે ઇસાઇ ધર્મના પ્રમુખ પોપ જોન પોલ દ્વિતીય સાથે મુલાકાત કરી હતી.
જે ઇંગ્લેન્ડના અંગ્રેજોએ આપણા દેશને વર્ષો સુધી ગુલામ બનાવી રાખ્યું હતું, તે જ અંગ્રેજો પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ જ કારણ છે કે બ્રિટનની પાર્લમેન્ટમાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું.
લંડનમાં ભવ્ય મંદિરના નિર્માણ પછી સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજને એક વિશેષ આવકાર મળ્યો. 1997માં UK લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે પ્રમુખ સ્વામી મહારાજને સત્કાર્યા. ધર્મ, રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી આ મુલાકાતની ખૂબ નોંધ લેવાઈ હતી.