LIC સ્કીમ : રોજના માત્ર 130 રૂપિયાથી ચમકી જશે દીકરીની કિસ્મત, મળશે 27 લાખ રૂપિયા, જાણો સ્કીમ

તમારી દીકરીને બનાવો લખપતિ, જાણો સ્કીમથી જોડાયેલ બધી વિગત

દીકરીઓ તો લક્ષ્મીનું રૂપ હોય છે, જો તમારે પણ દીકરી છે અને તમે ઇચ્છો છો કે લક્ષ્મીજીની કૃપા તમારી દીકરી પર બનેલી રહે તો LICની કન્યાદાન પોલિસી તમારી જરૂરિયાતોને પૂરી કરી શકે છે. આ પોલિસી તમારી દીકરીનું ભવિષ્ય સંવારી શકે છે. જો તમે તમારી દીકરીના લગ્ન માટે ચિંતિત છો તો LICની કન્યાદાન પોલિસી તમારા માટે ઘણી મદદગાર સાબિત થઇ શકે છે.

LICની કન્યાદાન પોલિસી ખાસ કરીને તે પિતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેંમની આવક ઓછી છે અને દીકરીના લગ્ન માટે પૈસા જોડવા ઇચ્છો છો. આ પોલિસી માટે પિતાને રોજના 130 રૂપિયા એટલે કે વર્ષના 47,450 રૂપિયાના હિસાબે પ્રિમીયમ ભરવાનું હોય છે. જે મેચ્યોરિટી પર 27 લાખ થઇ જાય છે. આ પોલિસીની મેચ્યોરિટી 25 વર્ષ છે, પરંતુ પ્રિમીયમ માત્ર 25 વર્ષ સુધી ભરવાનું હોય છે.

આ પોલિસીને ખરીદનારની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઇએ, જયારે કન્યાની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષની હોવી જોઇએ. એટલે કે જયારે દીકરી 26 વર્ષની થશે તો તેને 27 લાખ રૂપિયા મળશે. આ રકમનો ઉપયોગ દીકરીના લગ્ન કે હાયર એજ્યુકેશનમાં કરવામાં આવી શકે છે. જો કે, આ પોલિસીને 13 વર્ષ માટે પણ ખરીદવામાં આવી શકે છે.

આ પોલિસીમાં સેવિંગ સાથે કવર પણ મળે છે. કોઇ દુર્ઘટનામાં પિતાની મોત થઇ જાય તો બાકીનુ પ્રિમીયમ માફ થઇ જાય છે અને દીકરીને 10 લાખ રૂપિયાનુ તરત ચૂકવણી હોય છે. જો પિતાની મોત સામાન્ય હાલતમાં થાય છે તો તેને 5 લાખ રૂપિયા તરત અને 50 હજાર રૂપિયા વર્ષે પોલિસીની મેચ્યોરિટી મળે છે. મેચ્યોિટી સમયે પૂરી રકમ અદા કરવામાં આવે છે.

જો પિતાા 5 લાખ સમ એશ્યોર્ડની પોલિસી ખરીદે છે તો 22 વર્ષ સુધી પ્રિમિયમ ભરવાનુ રહેશે. તેનું મંથલી એટલે કે મહિનાનુ પ્રિમિયમ લગભગ 1951 રૂપિયા હશે મેચ્યોરિટી પર 13.37 લાખ રૂપિયા મળશે. આવી રીતે જો 10 લાખનું હોય તે 3901 રૂપિયા મહિનાના અને મેચ્યોરિટી બાદ LIC નિવેશકને લગભગ 27 લાખ રૂપિયા આપશે. તેમાં નિવેશકને 80C અંતર્ગત પ્રિમિયમ પર ટેક્સ છૂટ પણ મળે છે.

Shah Jina