સુમસાન રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા લોકો, ત્યારે જ રસ્તાના કિનારા પર બેઠેલું દેખાયું એક ખતરનાક પ્રાણી, વીડિયો જોઈને તમારા શ્વાસ અઘ્ધર થઇ જશે, જુઓ

જંગલના રસ્તા પરથી પસાર થતા રાખજો સાવધાની, નહીં તો આવો નજારો જોવા મળી શકે છે, જે દેખાયું એ જોઈને રૂંવાડા ઉભા થઇ જશે.. વાયરલ થયો વીડિયો

ઘણા લોકો જંગલી પ્રાણીઓને જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય છે તો ઘણીવાર લોકો જંગલ સફારીનો આનંદ પણ માણતા હોય છે, ત્યારે ઘણીવાર એવી પણ બનતું હોય છે કે જંગલના પ્રાણીઓ રહેણાક વિસ્તારોમાં પણ આવી ચઢે છે. ખાસ કરીને ગુજરાતના ગીર જંગલમાં વસતા સિંહો રસ્તા પર લટાર મારવાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈને પણ ડર લાગે. કારણ કે આ વીડિયો કોઈ જંગલનો નથી પરંતુ જાહેર રસ્તાનો છે. જ્યાં રાતના અંધારામાં એક વ્યક્તિ પોતાની કાર લઈને જતો હોય છે ત્યારે જ તેને જંગલનું એક ખતરનાક પ્રાણી જોવા મળ્યુ અને તેણે આ આખી ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અધિકારીઓની એક ટીમ જંગલમાં પેટ્રોલિંગ પર નીકળી હતી. ત્યારે જ તેમને રસ્તાની બાજુમાં બેઠેલું એક ખતરનાક ખુંખાર પ્રાણી જોવા મળ્યું. તેમને ગાડીને ઉભી રાખી અને જંગલના આ દીપડાને પોતાના વીડિયોમાં કેદ કરી લીધો. આ જોઈને દીપડો પણ સાવધાન થઇ ગયો. જો કે તેણે કોઈપણ પ્રકારનો હુમલો કર્યો નહોતો.

આ વીડિયોને આઇએફએસ અધિકારી આકાશ વર્માએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “મોડી રાત્રે જંગલમાં સીમા નિર્ધારિત કરતા એક રોડ પર પેટ્રોલિંગ સરપ્રાઈઝ માટે છેલ્લે સુધી રાહ જુઓ.” હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

 

Niraj Patel