લો બોલો… જયપુરની હોટલમાં ઘુસી ગયો દીપડો, લોકો શાંતિથી ચીલ કરી રહ્યા અને દીપડાને જોઈને જ ફાટી પડી… જુઓ વીડિયો

હોટલમાં બેસીને મજાની પળો વિતાવી રહ્યા હતા પ્રવાસીઓ ત્યારે જ રૂમમાં થઇ ગઈ ખતરનાક દીપડાની એન્ટ્રી, અને પછી જે થયું તે… જુઓ વીડિયોમાં

Leopard Enters At Hotel : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં પણ જંગલી પ્રાણીઓના વીડિયોને જોવાનું લોકો ખુબ જ પસંદ કરે છે. ઘણીવાર જંગલના પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી જાય છે અને ત્યારે આ પ્રાણીઓને જોઈને અફરા તફરીનો માહોલ પણ સર્જાતો હોય છે. આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દીપડો હોટલની અંદર ઘુસી જાય છે અને પછી અફરા તફરી મચી જાય છે.

હોટલમાં ઘુસ્યો દીપડો :

જ્યારે લોકો ઘણીવાર ક્યાંક જાય છે, ત્યારે તેઓ સારી હોટેલની શોધ કરે છે જેથી કરીને તેઓ મુસાફરી કર્યા પછી હોટેલમાં સારો સમય પસાર કરી શકે અથવા આરામ કરી શકે. પરંતુ જો તમે જ્યાં રહો છો તે હોટેલમાં જંગલી પ્રાણીઓ ઘુસી જાય તો તમે કેવી પ્રતિક્રિયા કરશો? જયપુરની એક હોટલમાં ત્યારે અંધાધૂંધી મચી ગઈ જ્યારે અચાનક એક દીપડો રૂમમાં ઘુસી ગયો. તે સમયે રૂમમાં પ્રવાસીઓ હાજર હતા. દીપડાએ હોટલના રૂમમાં પણ હંગામો મચાવ્યો હતો.

મચી ગઈ અફરા તફરી :

દીપડાએ રૂમમાં રાખેલી ઘણી વસ્તુઓને તોડી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર હોટલમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે હોટલની ટીમે તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. વનવિભાગ તાત્કાલિક પ્રાણી સંગ્રહાલયની ટીમ સાથે હોટલ પર પહોંચી ગયો હતો અને દીપડાને બેભાન કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વન વિભાગની ટીમનું કહેવું છે કે પ્રાથમિક સારવાર બાદ દીપડાને જંગલમાં છોડી દેવામાં આવશે.

વાયરલ થયો વીડિયો :

લોકોએ દીપડાને જોયો કે તરત જ લોકોએ સૌથી પહેલું કામ તેને રૂમમાં બંધ કરી દેવાનું કર્યું. આ ઘટના સવારે બની હતી. દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે દીપડો રૂમમાં હાજર છે અને જે વ્યક્તિ વીડિયો શૂટ કરી રહ્યો છે તેની તરફ કૂદવાનો પ્રયાસ કરે છે. જો કે, વ્યક્તિએ કેટલીક વસ્તુઓ સામે મૂકીને પોતાનું રક્ષણ કર્યું હતું, જેથી દીપડો કંઈ કરી શક્યો નહીં. આ રીતે અચાનક દીપડો હોટલ અને રૂમમાં ઘૂસી જતાં લોકો ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ બાદમાં સ્થિતિ કાબુમાં આવી હતી.

Niraj Patel