વાયરલ

દીપડો આવ્યો સાહુડીનો શિકાર કરવા માટે પરંતુ પછી થયું એવું કે દીપડાને પણ થયો હશે પછતાવો, જુઓ વીડિયો

જંગલની અંદર ઘણા પ્રાણીઓ રહેતા હોય છે અને આવા જંગલી પ્રાણીઓના શિકાર કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. જે લોકોને પણ ખુબ જ પસંદ આવે છે. જંગલની અંદર જોવા મળતો દીપડો ખુબ જ ચતુર અને ચાલાક પ્રાણી છે. તે પોતાની ગતિ અને ચાલાકીથી શિકાર કરતો હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં દીપડાની ચાલાકી પણ ઉંધી થતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોને અંદર દીપડાને એક સાહુડીનો શિકાર કરતા જોવા મળી રહ્યો છે. પરંતુ સાહુડી પણ એક એવું પ્રાણી છે જે પોતાના લાંબા અને ધારદાર પીંછાથી દીપડાને પણ હંફાવી દેતી જોવા મળે છે. આ નજારાને કોઈએ કેમેરામાં કેદ કરી લીધો છે અને તેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

45 સેકન્ડના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક દીપડો સાહુડીનો શિકાર કરવા માટે આવે છે. પરંતુ સાહુડી પણ તેને એવો પાઠ ભણાવે છે કે દીપડો પણ સમજી જાય છે કે સાહુડીનો શિકાર કરવો કોઈ આસાન કામ નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

દીપડો જેવો સાહુડીની શિકાર કરવા માટે જાય છે કે સાહુડી પોતાના શરીર ઉપર લાગેલા ધારદાર પીંછા ઉભા કરી દે છે આને દીપડાના મોઢા ઉપર જ હુમલો કરે છે. જેના કારણે દીપડો તેને સ્પર્શી પણ નથી શકતો.  જો કે દીપડો પણ જલ્દી હાર નથી માનતો પરંતુ સાહુડી આગળ તે કઈ કરી શકતો નથી, તેના મોઢામાં કાંટા વાગવાના કારણે તે ત્યાંથી ચુપચાપ ચાલ્યો જાય છે.