પાકિસ્તાનના આ નેતાએ તો હદ કરી નાખી, તરબૂચ ઉપર લખાવ્યું નામ અને પછી વહેંચ્યા જનતાને, વીડિયો જોઈને હેરાન રહી જશો

પાકિસ્તાનમાં ઘણી વખત એવી એવી ઘટનાઓ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરી શકવો ભારે પડી જાય છે. ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા ઉપર મજબુર થઇ જઈએ છીએ. ત્યારે હાલમાં જ પાકિસ્તાનની સરકાર બદલાઈ છે અને હવે ત્યાં નવા વઝીર-એ-આઝમ એટલે કે વડાપ્રધાન શહેબાઝ શરીફ બન્યા છે.

પાકિસ્તાનનું રાજકારણ પણ કંઈક વિચિત્ર છે. લાહોરમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. પાકિસ્તાની નેતાઓ હવે લોકોને રીઝવવા માટે તરબૂચ પર પોતાનું નામ લખીને લોકોને વહેંચી રહ્યા છે. પાકિસ્તાનના લાહોરમાં કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે એક રાજનેતાએ નવો ઉપાય શોધી કાઢ્યો છે.

સમા ટીવીના એક અહેવાલમાં જણાવાયું છે કે જમાત-એ-ઈસ્લામીના નેતા અહેમદ સલમાન બલોચે લોકોને તરબૂચ વહેંચીને કંઈક અલગ કરવાનો નિર્ણય કર્યો. તેમણે લોકોને એક રૂમમાં ભેગા કર્યા અને તરબૂચથી ભરેલા ટેબલની સામે બેસાડ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન બલોચે રૂમમાં દરેક વ્યક્તિને તેના નામવાળા તરબૂચ વહેંચ્યા હતા.

પરંતુ જ્યારે તરબૂચ વિતરણ સમારોહની તસવીરો વાયરલ થઈ ત્યારે લોકોએ અલગ રીતે પ્રતિક્રિયા આપી. કેટલાકે રાજકારણીના પ્રયાસોની પ્રશંસા કરી તો કેટલાકે તેની ટીકા કરી. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘વોટરમાર્ક્ડ તરબૂચ.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘આમાં શું ખોટું છે.’ લીડરને તરબૂચ વહેંચતા જોઈને વપરાશકર્તાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક યુઝર્સે પ્રોમો ટૂલ તરીકે તરબૂચનો ઉપયોગ કરવા બદલ બલોચની ટીકા પણ કરી હતી.

સમા ટીવીના રિપોર્ટ અનુસાર એક યુઝરે કહ્યું કે પાર્ટી તરબૂચ વહેંચીને ચૂંટણીની તૈયારી કરી રહી છે. ટ્વિટર પર એક ટિપ્પણીમાં યુઝરે લખ્યું, ‘તરબૂચનું રાજકારણ. જમાત-એ-ઈસ્લામીના નેતાઓ લાહોરના એક મતવિસ્તારમાં પોતાના અને પાર્ટીના નામ સાથે તરબૂચ વહેંચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel