બોટ દુર્ઘટનાના આરોપીઓનો કેસ કોણ લડશે? વડોદરાની વકીલ મંડળીએ કર્યો મોટો ખુલાસો

Lawyers of Baroda will not fight the cases : ગઈકાલે બૉરૉડામાં બનેલી બોટ દુર્ઘટનાને લઈને આખા દેશમાં હાહાકાર મચી ગયો છે, માનવ બેદરકારીને લઈને 14 માસુમ બાળકો મોતને ભેટ્યા અને 3 શિક્ષકોના પણ આ દુર્ઘટનામાં મોત થયા હતા. કુલ 17 લોકોના મોતથી આખું વડોદરા શહેર અને ગુજરાત જ નહિ પરંતુ આંખ ઓડિશ હલબલી ગયો છે, ત્યારે હવે આ ઘટનાને લઈને એક મહત્વની અપડેટ પણ સામે આવી છે. આ દુર્ઘટના માટે 18 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારે વડોદરા વકીલ મંડળી દ્વારા કોઈપણ આરોપીનો કેસ ના લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોઈ વકીલ કેસ નહિ લડે :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હરણી તળાવમાં 17 જેટલા લોકોના મોતની ગોઝારી ઘટનાના પગલે વડોદરાના વકીલ મંડળ દ્વારા એક બહુ જ ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરાના વકીલ મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહિ લડે તેવો સુંદર નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે એવું પણ સામે આવ્યું છે કે હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ કરાયું નહોતું. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી.

82 બાળકો આવ્યા હતા પીકીનીક પર :

સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના 82 જેટલા બાળકો અને શિક્ષકો પીકનીક માટે હરણી લેક આવ્યા હતા અને ત્યાં બોટ રાઈડ માટે બાળકો ગયા અને ત્યાં જ કેપિસિટી કરતા પણ વધારે બાળકોને બોટમાં બેસાડી દેવામાં આવ્યા, સાથે કોઈને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા અને બોટ પલટી જતા જ તેમાં બાળકો સાથે શિક્ષકો પણ ડૂબી ગયા.

17ના મોત :

આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટર પરેશ શાહ મુખ્ય જવાબદાર છે, જે આ ઘટના બાદથી જ ફરાર હોવાનું સામે આવ્યું છે. તો આ ઉપરાંત આ અમમળે મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અમમળે બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો વિરુદ્ધ કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી થાય છે.

 

Niraj Patel