વાહ આને કહેવાય સાચી ભક્તિ, 5000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા સુરતના ડાયમંડ કિંગની દીકરી અને વહુએ માથે તગારા ઊંચકીને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આપી સેવા

પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવમાં કરોડપતિ પરિવારની મહિલાએ પણ રોડા ભરેલા તગારા માથે ઊંચકીને કર્યું સેવાકાર્ય, ઠેર ઠેર થઇ રહી છે વાહ વાહ.. જુઓ

અમદાવાદના ઓગણજમાં ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં લાખો લોકો આ મહોત્સવને નિહાળવા માટે આવી રહ્યા છે. તો આ દરમિયાન ઘણા લોકો પોતાના કામ કાજ છોડી અને આ મહોત્સવમાં સેવા પણ આપી રહ્યા છે. હજારો હરિભક્તિ ખડેપગે મહોત્સવમાં આવનારા લોકોને અગવડ ના પડે તે માટે થઈને ઉભા છે.

ત્યારે આ મહોત્સવની તૈયારીઓ દરમિયાન પણ ઘણા લોકોએ સેવાઓ આપી. જેમાં ઘણા ડોક્ટર, એન્જીનીયર, NRI અને બિઝનેસમેન અને તેમના પરિવારજનો પણ સામેલ છે. ત્યારે આ મોહોત્સવમાં સુરતના ડાયમંડ કિંગ એવા લવજી બાદશાહની દીકરી અને વહુએ પણ સેવાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર મીડિયાના રિપોર્ટ અનુસાર પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય  શતાબ્દી મહોત્સવના નિર્માણ સમયે બે મહિલાઓ માથે રોડા ભરેલા તગારા ઊંચકીને જોવા મળી રહી હતી. આ બંને બહેનો નણંદ ભોજાઈ હતા. દાન આપીને કે સોફેસ્ટિકેટેડ સેવા આપવાને બદલે રોડાં ભરેલાં તગારાં ઊંચકવાં, ફૂલ-છોડનાં કૂંડા ઉપાડવાં જેવું કામ કરવાનું પસંદ કરનાર બે યુવતીઓએ તેમના સેવા યજ્ઞની સુવાસ ચારે તરફ ફેલાવી હતી.

તેમણે એ પણ સાબિત કરી આપ્યું કે કોઈપણ કામ નાનું નથી હોતું અને જો ખરી સેવા કરવી જ હોય તો કષ્ટ વેઠીને પણ સામાન્ય સેવકની જેમ સેવા કરવી જોઇએ, તેમણે એ વાતનું સજ્જડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બે યુવતીઓમાંથી એક છે ગોરલ અજમેરા, જે 5000 કરોડથી વધુની નેટવર્થ ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધૂ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા અને એટલો જ મોટો બિઝનેસ ધરાવતા લવજી બાદશાહની પુત્રી છે.

જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારનાં જ આજ્ઞાબેન છે. ગોરલબેને હાથમાં ઇજા થઈ હોવા છતાં સેવાનું કામ ચાલુ રાખ્યું.  ત્યારે તેમના આ સેવાકીય કાર્યની પ્રસંશા હવે ઠેર ઠેર થઇ રહી છે, સોશિયલ મીડિયામાં પણ લોકો તેમના કામના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં 55 હજાર સ્વયંસેવકો તો વિદેશથી આવ્યા છે. આ ઉપરાંત દેશના પણ ઘણા લોકો નિઃસ્વાર્થ ભાવે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. (સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel