દુઃખદ સમાચાર: આ ટીવી અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, થયું મોત, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફફડી ગઈ

Arvind Kumar Death : દેશભરમાં છેલ્લા ઘણા સમયથી મોતના મામલાઓ સામે આવી રહ્યા છે. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકોના મોતના મામલા સામે આવતા જ ઇન્ડસ્ટ્રીમાં પણ શોક છવાઈ જાય છે અને ચાહકો પણ શોકમાં ગરકાવ થઇ જતા હોય છે. ત્યારે હાલ વધુ એક ખબરે ચાહકોને મોટો ધ્રાસ્કો આપ્યો આપ્યો છે. ટીવી જગતના એક અભિનેતાનું નિધન થતા જ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાયો છે. ટીવી પર દર્શકોને પેટ પકડીને હસવાનારા શો “લાપતાગંજ”ના અભિનેતા અરવિંદ કુમારનું નિધન થયું છે.

11 જુલાઈના રોજ થયું મોત :

અરવિંદ કુમારે 11 જુલાઈના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા. અરવિંદ સાથે સ્ક્રીન શેર કરનાર અભિનેતા રોહિતાશ્વ ગૌરે જણાવ્યું કે ‘લાપતાગંજ’ના ‘ચૌરસિયા’ હવે અમારી વચ્ચે નથી. રહ્યા. ગત મંગળવાર એટલે કે 11 જુલાઈના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. રોહિતાશ્વના કહેવા પ્રમાણે, જ્યારે અરવિંદ શૂટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અરવિંદ કુમારના મૃત્યુના સમાચાર તેની પત્નીએ તેના ફેસબુક પેજ પર શેર કર્યા હતા.

હાર્ટ એટેક હતું મોતનું કારણ :

આ વિશે વાત કરતા રોહિતાશ્વે કહ્યું કે દિવંગત અભિનેતા થોડા દિવસોથી આર્થિક રીતે ખૂબ જ પરેશાન હતા. રોહિતાશ્વ અને અરવિંદ કુમારે ‘લાપતાગંજ’માં સાથે કામ કર્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રોહિતશ્વે કહ્યું, ‘હા, બે દિવસ પહેલા તેમનું નિધન થયું હતું અને આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે. લાપતાગંજ પુરી થયા પછી અમે ફોન પર વાત કરતા હતા. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું અને પૈસાના કારણે તેઓ ખૂબ જ તણાવમાં હતા. તે મારી સાથે તેના વિશે વાત કરતો હતો કારણ કે રોગચાળા પછી કલાકારો માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ બની ગઈ હતી અને તે પણ સંઘર્ષ કરી રહ્યો હતો.

5 વર્ષ સુધી ચૌરસિયાનું પાત્ર નિભાવ્યું :

અભિનેતાનો જન્મ ઉત્તર પ્રદેશના શામલીમાં થયો હતો. તેણે 1998માં થિયેટરમાં અભિનય શરૂ કર્યો. આ પછી તેણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. 2004 માં તેઓ અભિનયમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા. મુંબઈ આવ્યા પછી કરિયર બનાવવી સરળ ન હતી. પરંતુ તે સંઘર્ષ કરીને પોતાના મુકામ તરફ આગળ વધતો રહ્યો. તેને લોકપ્રિય ટેલિવિઝન શો ‘લાપતાગંજ’માં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી. 5 વર્ષ સુધી તેણે ચૌરસિયાનું પાત્ર એટલું સારી રીતે ભજવ્યું કે બધા તેની એક્ટિંગના દીવાના બન્યા. ‘લાપતાગંજ’ સિવાય તેણે ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘સાવધાન ઈન્ડિયા’ જેવા ઘણા શોમાં પણ કામ કર્યું છે. ટેલિવિઝન સિવાય તે ‘ચીની કમ’, ‘અંડરટ્રાયલ’, ‘રામા ક્યા હૈ ડ્રામા’ અને ‘મેડમ ચીફ મિનિસ્ટર’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.

Niraj Patel