તાડ જેવા લાંબા વરરાજા આગળ ટૂંકી પડી ગઈ દુલ્હન, વરમાળા દરમિયાન સર્જાયા એવા દૃશ્યો કે જોઈને તમે પણ પેટ પકડી લેશો… વાયરલ થયો વીડિયો

લાબું વરરાજાના ગળામાં વરમાળા પહેરાવવા માટે સ્ટેજ પર જ કૂદવા લાગી કન્યા, વીડિયો થઇ ગયો વાયરલ.. જુઓ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર લગ્નમાં બનતી કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે કે તે જોઈને હેરાન રહી જઈએ તો કેટલીક ઘટના પેટ પકડીને હસવાનારી પણ બનતી હોય છે.

ત્યારે હાલ એક વર કન્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજાની ઊંચાઈએ લોકોને હસવા માટે મજબુર કરી દીધા છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ ભગવાનના ઘરેથી જ બનીને આવતી હોય છે. ધરતી પર તો તેમનું ખાલી મિલાપ થાય છે. પરંતુ કેટલીક જોડીઓને જોઈને ખરેખર એમ થાય કે આ જોડી કેમની બની હશે ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે. વરની ઊંચાઈ એટલી ઊંચી છે કે તેની સામે કન્યા બાળક જેવી લાગે છે. જો કે, દુલ્હનની ઊંચાઈ સારી દેખાઈ રહી છે, પરંતુ વરના કારણે તે ખૂબ જ ટૂંકી છે. લગ્નમાં વરમાળાની વિધિ શરૂ થાય છે અને બંનેના હાથમાં વરમાળા દેખાય છે.

સૌ પ્રથમ, કન્યા પોતે તેના વરના ગળામાં વરમાળા પહેરાવવાનો પ્રયાસ કરે છે. તે વિચારે છે કે વરરાજાના ગળામાં એક જ સમયે માળા પહેરાવી દેવી જોઈએ. માળા લઈને તે પૂરા પ્રયત્નો સાથે સ્ટેજ પર કૂદવા લાગે છે.  જેવી કન્યાએ માળા વરરાજાના ગળામાં પહેરાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેની માળા વરરાજાના ચહેરા પર ફસાઈ ગઈ અને પછી કન્યાએ તેને ત્યાંથી બહાર કાઢીને તેના ગળામાં પહેરાવી.

 

View this post on Instagram

 

A post shared by Ravi Gupta Raj (@ravi_gupta_raj1390)

જો કે દુલ્હન માટે આ સૌથી મોટી કસોટી હતી અને તેણે માત્ર એક જ પ્રયાસમાં તેને પૂર્ણ કરી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો. વીડિયો જોયા બાદ ઘણા લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “છોકરીની ઊંચાઈ સારી છે, છોકરો થોડો વધારે લાંબો છે.” અન્ય એક યુઝરે લખ્યું, “લાગે છે કે વરરાજાએ પુષ્પા ફિલ્મ જોઈ છે, તેથી જ તે નમતો નથી.”

Niraj Patel