કોઇ પણ ક્રાઇમ કર્યા વગર કાપી 20 વર્ષની જેલની સજા, ઘર વસાવવા માટે કર્યા લગ્ન તો સુહાગરાત પહેલા જ દુલ્હન કરી ગઇ કાંડ

કોઇ પણ કસૂર વગર કાપી 20 વર્ષની સજા, બહાર આવ્યો તો મળ્યો દગો, બેશરમ દુલ્હન બીજા દિવસે કરી ગઈ ભયાનક કાંડ

જીવનના 20 વર્ષ કોઈપણ ગુના વગર જેલના સળિયા પાછળ વિતાવ્યા. જીવનને નવી સવાર આપવાની ઈચ્છા સાથે તે બહાર આવ્યો ત્યારે પણ યુવાનના હાથમાં માત્ર નિરાશા જ લાગી. પહેલા બીજાએ દગો આપ્યો અને પછી જેની સાથે તેણે સાત જન્મ સાથે જીવવાની પ્રતિજ્ઞા લીધી તે પણ તેની આંખમાં ધૂળ નાખીને ચાલી ગઇ.

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના સિલાવણ ગામના રહેવાસી વિષ્ણુ તિવારીને 20 વર્ષ સુધી કોઈપણ ગુના વિના જેલમાં રહેવું પડ્યું હતું. જે બાદ હાઈકોર્ટે તેને હરિજન એક્ટ અને રેપ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો.

પરંતુ જીવનના 20 વર્ષ જેલમાં વિતાવી ચૂકેલા વિષ્ણુ તિવારી જ્યારે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમની પાસે કંઈ બચ્યું ન હતું. કેટલાક સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ ચોક્કસપણે વિષ્ણુ તિવારીને આર્થિક મદદ કરી હતી.

પોતાની એકલતા દૂર કરવા અને ફરી એકવાર જીવન જીવવાની ઝંખનામાં, વિષ્ણુ તિવારીએ લગ્ન કરીને સ્થાયી થવાનું વિચાર્યું અને ગામના કોઈ વ્યક્તિએ તેમનો પરિચય એક પરિવાર સાથે કરાવ્યો. જેમણે જૈન પરિવાર તરીકે ઓળખાણ આપીને એક લાખ રૂપિયા લઈને તેની છોકરીને વિષ્ણુ સાથે પરણાવી દીધી હતી.

જ્યારે લગ્ન કરવાના બદલામાં એક વ્યક્તિએ 20 હજાર રૂપિયા લીધા હતા. જે બાદ વિષ્ણુ તિવારીએ તમામ વિધિઓ સાથે 22મીએ તે યુવતી સાથે દેવી મંદિરમાં લગ્ન કરી લીધા હતા.પરંતુ દુલ્હન બનેલી યુવતી બીજા દિવસે સવારે તેની માતાને મળવાના બહાને લલિતપુર આવી અને દાગીના લઈને ભાગી ગઈ. વિષ્ણુ તિવારી ફરી એકવાર ખૂબ જ દુઃખી થઈ ગયા. પરંતુ આ વખતે તે ફરાર થયેલી ઠગ કન્યા અને છેતરપિંડી કરનારના પરિવારને પાઠ ભણાવવા માંગે છે.

તેણે કહ્યું કે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ હું તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશ. વિષ્ણુ તિવારીએ જણાવ્યું કે જ્યારે તેમણે પૂછપરછ કરી તો તેમને ખબર પડી કે યુવતીનું નામ રાજકુમારી છે અને તે લલિતપુરની રહેવાસી છે. તેણીએ ત્રણ-ચાર લોકોને છેતર્યા છે. તેણે કહ્યું કે તે આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવશે. આ એક આખી ગેંગ છે જે લોકોને છેતરે છે. તેણે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

Shah Jina