લલિત મોદીની જેમ તેનો દીકરો પણ જીવે છે ખુબ જ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ, તસવીરોમાં તેની નવાબી જોઈને હોંશ ઉડી જશે…જુઓ

રાતોરાત 4555 કરોડની સંપત્તિ મેળવનારો લલિત મોદીનો લાડલો રુચિર જીવે છે આવી લક્ઝુરિયસ લાઈફ, જુઓ તસવીરો

લલિત મોદી આજે દેશ અને દુનિયાનું જાણીતું નામ બની ગયો છે. વળી સુસ્મિતા સેન સાથેના સંબંધોને લઈને પણ તે સતત ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે લલિત મોદીની એક ટ્વીટના કારણે ચારેય તરફ ચકચારી મચી ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટની ચપેટમાં આવવાના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લલિત મોદીએ 15 જાન્યુઆરીએ ટ્વિટ કરીને હંગામો મચાવ્યો હતો.

લલિત મોદીએ અચાનક જાહેરાત કરી કે તેઓ ‘KK મોદી ફેમિલી ટ્રસ્ટ’માંથી રાજીનામું આપી રહ્યા છે અને હવે તેમના પુત્ર રૂચિર મોદી તેના ઉત્તરાધિકારી છે. આ નિર્ણય સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉદ્યોગપતિએ 4555 કરોડની સંપત્તિ તેમના પુત્રને સોંપી દીધી છે. રુચિર પણ તેના પિતાની જેમ ભવ્ય લાઈફ સ્ટાઇલ જીવે છે.

લલિત મોદીએ રુચિરને ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય દીકરી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ  લીધો છે. લલિત મોદીએ જણાવ્યું કે “મેં મારી દીકરી સાથે આ અંગે ચર્ચા કરી છે અને અમારા બંનેનો અભિપ્રાય છે કે હું LKM (લલિત કુમાર મોદી)ના પારિવારિક બાબતોનું નિયંત્રણ અને ટ્રસ્ટમાં મારા ફાયદાકારક હિતોની કમાન્ડ મારા પુત્ર રુચિરને સોંપવા માંગુ છું.”

રૂચિરની માતા મૃણાલ મોદીનું વર્ષ 2018માં કેન્સરને કારણે અવસાન થયું હતું. રૂચિર મોદી ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે. આ સિવાય તેઓ મોદી વેન્ચર્સના CEO અને સ્થાપક પણ છે. 28 વર્ષીય રુચિરે યુનાઇટેડ કિંગડમમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. પિતા લલિત મોદીની જેમ રૂચિરને પણ ક્રિકેટમાં રસ છે. તેઓ 2016 થી 2020 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અલવર એકતાના પ્રમુખ પણ રહ્યો છે.

રૂચિર મોદી ભવ્ય જીવન જીવે છે. તેની સ્ટાઈલ હંમેશા ચર્ચામાં હોય છે. રૂચિર સોશિયલ સર્કલમાં એક્ટિવ રહે છે અને તે પાર્ટીઓમાં પણ ભાગ લે છે. તે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન 2017ની ચૂંટણીમાં પણ ઊભો હતો. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Niraj Patel