સુસ્મિતા સેન સાથે ઇલુ ઇલુ કરી રહેલા લલિત મોદીએ ટ્રોલર્સને લીધા નિશાના ઉપર, આપ્યો એવો જડબાતોડ જવાબ કે… જુઓ શું કહ્યું

મિસ યુનિવર્સ સુસ્મિતા સેન અને આઇપીએલના સ્થાપક લલિત મોદીના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ ચારે કોર ચાલી રહી છે. જ્યારથી લલિત મોદીએ સુસ્મિતા સેનને ડેટ કરવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે, ત્યારથી તે ટ્રોલર્સના નિશાન ઉપર પણ આવી ગયા છે અને ટ્રોલર્સ પણ તેમની તસવીરો ઉપર અલગ અલગ મીમ પોસ્ટ કરીને તેમને ટ્રોલ કરી રહ્યા છે, ત્યારે હવે આવા લોકોને લલિત મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

આ ક્રમમાં તાજેતરમાં લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને લલિતે ન માત્ર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો પરંતુ મીડિયા પર પણ નિશાન સાધ્યું. થોડીવાર પહેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં લલિત મોદીએ એક કાર્ટૂન શેર કર્યું છે, જેમાં ચાર અલગ-અલગ સમાચાર બતાવવામાં આવ્યા છે.

આ ચારમાંથી એક સમાચાર લલિત અને સુષ્મિતાના સંબંધો વિશે પણ છે. કાર્ટૂનમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો દેશની મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરે છે, પરંતુ દરેકને તેમના સંબંધોના સમાચારમાં રસ હોય છે. આ પોસ્ટને શેર કરવાની સાથે તેણે તેને એક ફની કેપ્શન પણ આપ્યું છે.

આ પહેલીવાર નથી જ્યારે લલિત મોદીએ ટ્રોલને આ રીતે જવાબ આપ્યો હોય. સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થયા બાદ હવે લલિત અને સુષ સતત ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હાલમાં જ ટ્રોલ્સ પર ગુસ્સો કાઢતા લલિતે એક પોસ્ટ દ્વારા તેમની ટીકા કરનારાઓને કડક સૂચના આપી હતી. તેણે પોસ્ટ દ્વારા એક ક્વોટ શેર કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, જેઓ આ કરી શકતા નથી તેઓએ જેઓ આ કરે છે તેમને હેરાન ન કરવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

આ પહેલા પણ સુષ્મિતા અને લલિતે તેમના સંબંધો બાદ એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. જો કે, હવે બંનેએ બધાને કહ્યું છે કે તેઓ આ બધાની પરવા નથી કરતા, કારણ કે બંને તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે 14 જુલાઈના રોજ લલિત મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સુષ્મિતા સેન સાથેના સંબંધોની જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કર્યું કે અભિનેત્રી તેની બેટર હાફ છે, જેના પછી લોકો અનુમાન કરવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે, બાદમાં બીજી પોસ્ટમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે.

Niraj Patel